GSTV

આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Last Updated on July 19, 2019 by Alap Ramani

તો હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે. સંભાવના છે કે આગામી ચાર દિવસ સુધી મેઘરાજા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોને ધમરોળી શકે છે. હાલમાં દક્ષિણ ગુજરાત ઉપર એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે.

એક સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ મધ્યપ્રદેશ તથા તેને સંલગ્ન છતીસગઢના વિસ્તારો પર છવાયેલું છે. તેમજ રાજસ્થાન ઉપરથી એક ચોમાસાની ધરી પસાર થઇ રહી છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાને રાખતા આગામી ચારથી પાંચ દિવસ રાજ્યમાં સારા વરસાદના ઉજળા સંજોગો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત બંગાળની ખાડીમાં 13 જુલાઇ આસપાસ એક લો પ્રેશર સર્જાવાની શક્યતા છે, જેની એમપી અને ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. તેમજ તમામ વિભાગોને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપવામાં આવી છે.

Related posts

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah

Technology Alert / Mobile યુઝર્સને સરકારે આપી ચેતવણી! એન્ડ્રોઇડ હોય કે આઇફોન… હેકર્સથી બચવા માટે તાત્કાલિક કરો આ કામ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!