GSTV
Home » News » ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, કડાકા ભડાકા સાથે નદીઓમાં આવ્યા નવા નીર

ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, કડાકા ભડાકા સાથે નદીઓમાં આવ્યા નવા નીર

સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ત્યારે વડોદરામાં 15 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની મેઘસવારી આવી પહોંચી હતી. અને અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. વડોદરા બાદ ભરૂચ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરીવાર વરસાદ પડ્યો. મોડી રાત્રે જિલ્લાના નવ તાલુકા પૈકી જંબુસર સિવાય તમામ તાલુકામાં ખેતી ને જીવનદાન આપતો વરસાદ પડ્યો છે. ત્યારે આણંદના વિદ્યાનગર, કરમસદ, બાકરોલ અને લાભવેલ સહિતના વિસ્તરામાં વરસાદ પડ્યો. ગોધરામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. અને લોકોને ગરમીથી રાહત મળી. લાંબા વિરામ બાદ વરસાદથી મુરઝાઈ રહેલા પાકને જીવનદાન મળ્યુ છે.

અમરેલી

અમરેલી જિલ્લામાં ફરીવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમરેલીના લાઠી અને ગ્રામ્ય પંથકમં ધોધમાર વરસાદ વરસ્યો છે. રામપર, તાજપર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેથી રામપર-રાજકોટ રોડ પર પાણી ફરી વળ્યાં તો આ તરફ સાવરકુંડલા અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ બેટિંગ કરી છે. સાવરકુંડલા તાલુકામાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ પડ્યો. અમરેલીના બાબરા પંથકમાં પણ વરસાદનું આગમન થયું છે. દરેડ,કોટડા પીઠા,રાયપર,ચરખા સહિતના ગામોમાં વરસાદે મહેર કરતાં લોકોમાં ખુશી છવાઇ. મોડી રાતથીજ વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ત્યારે ધારી-ગીર પંથકમાં વડી,ગોપાલગ્રામ,ચલાલા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદે મહેર કરી. વાવડીની સ્થાનિક નદી બે કાંઠે થઇ હતી તો ગોપાલગ્રામની સ્થાનિક નદીમાં પુરની સ્થિતી બની હતી.

બોટાદની મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ

બોટાદ જિલ્લામાં મેઘ મહેર થઇ. જિલ્લાના ગઢડા ઢસા,જલાલપુર, માલપરા,ભંડારિયા,રસનાળ,સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ શરૂ થઇ. કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ અને બીજા દિવસે વરસાદ સારો પડતા ખેડૂતો ખુશ થયા.

ભાવનગરમાં વહેલી સવારે મેઘરાજા ત્રાટક્યા

ભાવનગર શહેરમાં વહેલી સવારે 4.30 થી 6.00 સુધી ભારે ગાજવીજ સાથે તોફાની વરસાદનું આગમન થયુ. લગભગ દોઢ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડયો પરંતુ તોફાની વરસાદમાં લાઈટ ગુલ થતા લોકો અકળાયા હતા.સાથે સાથે જિલ્લામાં તળાજા, મહુવા, બગદાણા,ખૂટવડા, વલ્લભીપુર, ઉમરાળા સિહોર પાલીતાણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદથી લોકો તથા ખેડૂતોને રાહત થઇ.

ધોધમાર વરસાદથી જેતપૂરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

રાજકોટના જેતપુરમાં ફરી એક વખત મેઘમહેર આવી પહોંચી છે. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. બાળકોથી માંડીને યુવાન અને વૃદ્ધો વરસાદમા ન્હાવા માટે નીકળી પડ્યા હતા. આજના વરસાદથી મુરઝાતી મૌલાતને નવજીવન મળતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!