GSTV

હવામાન આગાહી / રાજ્યના અમદાવાદ સહિતના અનેક વિસ્તારોને મેઘરાજા ધમરોળશે, ભારે વરસાદની વકી

Last Updated on June 19, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં હવે વરસાદી માહોલ સતત જામી રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે જેથી અમદાવાદ, સુરત, આણંદ સહિતના વિસ્તારોમાં તેમજ સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ સતત વરસાદ વરસ્યો હતો.

શનિવારના રોજ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગત રોજ અમદાવાદમાં તો કાળા ડીબાંગ વાદળો ઘેરાઇ ગયા હતાં પરંતુ વરસાદ ન હોતો થયો. જો કે હવામાન વિભાગ દ્વારા આજ રોજ શનિવારના અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાનની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. શનિ-રવિ એમ બે દિવસ સુધી હળવાથી ભારે વરસાદ વરસશે. જ્યારે બાકીના દિવસોમાં વરસાદ સામાન્ય રહેશે.

19મી જૂનના રોજ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા

19મી જૂનના રોજ આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

બીજા દિવસે 20 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે.

વરસાદ

ગુજરાતના વલસાડથી ચોમાસાનું આગમન થયા બાદ રાજ્યમાં ભારે વરસાદે વિરામ લીધો હતો પરંતુ છેલ્લાં 2-3 દિવસથી સતત ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. જો કે, હજુ પણ રાજ્યમાં 2 દિવસ સુધી સતત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!