રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. જેથી રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે એટલે કે 30 તારીખે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ છે. તો 31 તારીખે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગે કરી છે આવી આગાહી
મહત્વપૂર્ણ છેકે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના ભાગરૂપે આજથી 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
ગુજરાતમાં અત્યારસુધી મોસમનો ૧૦૦%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જોકે, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેની પૂરી સંભાવના છે.

આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ઉત્તર છત્તીસગઢ અને તેને સંલગ્ન પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર સર્જાયું છે. આ ઉપરાંત દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે શનિવારે વલસાડ-નવસારી-દમણમાં અતિ ભારે-દાહોદ-સુરત-તાપી-ડાંગ-જૂનાગઢ-ગીર સોમનાથમાં ભારે, રવિવારે સુરત-નવસારીમાં અતિભારે-આણંદ-ભરૃચ-વડોદરા-ભાવનગર-બોટાદ-જૂનાગઢ-રાજકોટ-અમરેલીમાં ભારે જ્યારે સોમવારે આણંદ-ખેડામાં અતિભારે-ભાવનગર-અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ‘

અમદાવાદમાં આજે સરેરાશ મહત્તમ તાપમાન ૩૨.૭ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૭% નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં બે દિવસ હળવાથી મધ્યમ ઝાપટાં પડશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં સોમવાર સુધી છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
Read Also
- અમદાવાદી વેપારીએ સીઆઈડી ક્રાઇમ પર લગાવ્યો આક્ષેપ
- વેક્સિન/ મોદી સરકારનો રાજ્ય સરકારોને આદેશ, અફવાઓ ફેલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરો, એક પણને છોડશો નહીં
- અંધશ્રદ્ધા/ કલયુગ સતયુગમાં ફેરવાશે અને થોડા કલાકોમાં દૈવી શક્તિથી દિકરીઓ જીવતી થશે, ઉચ્ચ શિક્ષિત માતા-પિતાએ પુત્રીઓને પતાવી દીધી
- પત્ની બીજે ભાગી જતા જજનું પતિને આશ્વાસન, ‘હવે તેને ભૂલી જાઓ ને બીજી શોધવા લાગો’
- ICAI CAનું આ તારીખે જાહેર થશે રિઝલ્ટ: icai.org નામની વેબસાઈટ પર ઓનલાઈન કરી શકાશે ચેક, જાણી લો કેવી રીતે