GSTV

ગુજરાતમાંથી મેઘરાજાની નથી થઈ વિદાય, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

Last Updated on August 26, 2019 by Mayur

એક તબક્કે ગુજરાતમાંથી મેઘરાજાની વિદાય થઈ ગઈ હોય તેવું લાગતું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાત અને બાદમાં ગુજરાતના ઘણા ખરાં વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. પરંતુ કેટલાક વિસ્તારો એવા હતા જ્યાં મેઘ મહેરની જગ્યાએ મેઘ કહેર જોવા મળી હતી. એક તબક્કે લાગી રહ્યું હતું કે વાયુ ચક્રવાતના પરિણામે ચોમાસુ ફંટાય ગયું છે અને ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગવાના એંધાણની ઘડીઓ વર્તાવાની છે. પણ બાદમાં મેઘરાજા પૂર બહારમાં ખીલ્યા અને ગુજરાતભરમાં ચોમાસી વાતાવરણનું સર્જન કરી દીધું.

ત્યારે હવે ફરી એક વખત મેઘરાજાએ એન્ટ્રી મારી વાતાવરણને ખુશનુમા કરી દીધું છે. ઉકળાટનો પણ અંત આવ્યો છે તો બીજી તરફ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ આજ સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જેના પરિણામે વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. હવામાન વિભાગ દ્રારા પણ આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘાએ રમઝટ બોલાવી તેના પર એક નજર કરીએ તો….

બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર, બાંખોર, રાયગઢ, જવાનગઢ, માનપુર, જગતપુરામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેને પગલે મોડાસા, મેઘરજ, શામળાજીમાં ધોધમાર વરસાદ પડ્યો, તો માલપુરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરા પંથકમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. તો દાહોદમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. દાહોદના લીમડીમા ધીમીધારે વરસાદનુ આગમન થયું હતુ…લીમડી, ડુંગરી, થાળા, સીમળખેડી,વરોડમા મેઘરાજાનું હેત જોવા મળ્યું છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટથી રાહત મળી હતી. ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

સાબરકાંઠામાં મેઘમહેર

સાબરકાંઠા પંથકમાં પણ મેઘમહેર જોવા મળી છે.હિંમતનગરમાં લાંબા વિરામ બાદ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે અસહ્ય ગરમીથી રાહત મળી છે.ખેડૂતોમાં આનંદ છવાયો છે.

પંચમહાલમાં વાતાવરણમાં પલટો

પંચમહાલ પંથકમાં પણ લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.અને ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો છે.વરસાદના કારણે ઠંડક પ્રસરી છે..

મહિસાગરમાં મેઘો મંડાયો

મહિસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.અને જિલ્લાના અનેક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ વરસ્યો છે.ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

વિશ્રામ બાદ નવી ઈનિંગની શરૂઆત

ઘણા દિવસોના વિરામ બાદ અમદાવાદમાં ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી. અમદાવાદમાં મોડી સાંજે ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. શહેરના એસજી હાઇવે, બોડકદેવ, થલતેજ, બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે.

ગીરગઢડાના તાલુકાઓમાં ધોધમાર

ગીરગઢડા તાલુકાના અનેક ગામોમા ધોધમાર વરસાદ ખાબક્યો હતો. નતલી વડલી, વડલી જસાધાર, ગીર ઉપરવાસમા પણ ધોધમાર મેધ મહેર થઇ હતી. ગીરગઢડા તાલુકાના નગડીયા ગામે એક કલાકમા અઢી ઈંચ વરસાદ વરસતા શાહીમા ધોડાપુર આવ્યુ હતુ. નગડીયા ગામ સંપર્ક વિહોણુ થયું. ગીર ઉપરવાસમા 3થી સાડાત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

મેળાના રંગમાં ભંગ

જેતપુરમાં જન્માષ્ટમીના લોકમેળામાં વરસાદે રંગમાં ભંગ કર્યો હતો. મેળામાં હૈયેહૈયું દળાય એટલુ માનવ મહેરામણ ઉમટ્યુ હતુ. ત્યાં વરસાદી ઝાપટું પડતા લોકોની મજા બગાડી હતી. વરસાદથી બચવા છતની તલાશમાં લોકો આમતેમ દોડ્યા હતા.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!