GSTV
Home » News » હવામાન ખાતાએ ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી

ગુજરાતમાં હાલ તો મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ હજુ સંકટ ટળ્યું નથી. હવામાન ખાતાએ જ્યાં એક તરફ હજુ 2 દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે, તો બીજી તરફ મેઘરાજા જ્યાં રૌદ્રરૂપે વરસ્યાં ત્યાં પાણી ઓસર્યા નથી. ખાસ કરીને નડિયાદમાં હજુ પાણી ભરાવો યથાવત છે. શહેરના નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. શ્રેયસ ગરનાળામાં 10 ફુટ જેટલાં પાણી છે તો પશ્ચિમ વિસ્તારને જોડતાં મુખ્ય ગરનાળામાં પણ 10 ફુટ જેટલા પાણીનો ભરાવો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાન યથાવત્ત

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જાણે તોફાને ચઢ્યા હોય એવી રીતે વરસી રહ્યા છે. ડાંગ જિલ્લાની સાથે નવસારી જિલ્લાને પણ વરસાદે ધમરોળી મુક્યો છે. નદીઓ ગાંડીતુર બનતા પરિસ્થિતિ બગડી છે. કાવેરી નદીની વાત કરવામાં આવે તો ચીખલી તાલુકાના ગામો સાથે ચીખલી મુખ્ય મથકે આવેલ રિવરફ્રન્ટ પાણીમાં ડૂબતા લોકોમાં ગભરાટ આપ્યો છે. જિલ્લાના 48 જેટલા ગામો એલર્ટ હતા એ ગામોમાં પાણી ફરી વળ્યાં છે, સાથે સંપર્કો પણ તૂટ્યા છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ગણદેવીમાં 150થી વધુ લોકો, ચીખલીમા 90 પરિવારો અને નવસારીમાં 5 પરિવારોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.

ડાંગ અને સાપુતારામાં દિવસભર વરસાદ

ડાંગ અને સાપુતારા વિસ્તારમાં વરસાદી માહોલ છે. શનિવારે દિવસભર વરસાદ રહ્યો. તો આજે પણ સવારથી વરસાદી માહોલ છે. સાપુતારામાં ગાઢ ધુમમ્સ સાથે વરસાદી માહોલ સર્જાયો. ત્યારે સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું. તો બીજી બાજુ અંબિકા નદી કેચમેન્ટ એરિયાના કોઝવે પર પુરના ધસમસતા પાણી ફરી વળતા આસપાસના ગામો સંપર્ક વિહોણા થયા છે.

નડીયાદમાં ભારે વરસાદ

નડિયાદમાં ભારે વરસાદ થયો હતો. જેને કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેવામાં રાત્રીના સમયે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ત્યારે સ્થાનિકોને બેવડી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. એક બાજુ ચારેય તરફ ભરાયેલા પાણી અને બીજી બાજુ અંધારપટ છવાયેલો હતો. વાહનોની હેડ લાઈટ કારણે થોડો ઘણો પ્રકાશ મળતો હતો. પરંતુ અંધારપટને કારણે લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા હતા.

સુરતમાં ભારે વરસાદ બાદ અંબિકા નદી ગાંડીતૂર

સુરત જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી ગાંડીતૂર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાજ્ય ધોરીમાર્ગ બંધ કરાયો. મહુવાથી અનાવલ જતો સ્ટેટ હાઇવે બંધ કરાયો. અંબિકા નદીના પુલ ઉપર પણ પાણી ફરી વળ્યાં છે. ઉમરા પૂલ પરથી ત્રણ ફુટ પાણી ઉપરથી વહી રહ્યા છે. પુલ બંધ કરાતા વાહન વ્યવહારને મોટી અસર થઈ છે. પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પુલ બંધ કરાતા વાહન ચાલકોને 30 કિલોમીટરથી વધુ ફરીને જવાનો વારો આવ્યો છે.

ડભોળીમાં જળબંબાકાર

ડભોળીમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. છેલ્લા ૨૪ કલાકમાં ડભોઈમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો. ડભોઇના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરના મહુડી ભાગોળ, માછીવાડ, જનતાનગર અને રાણાની હોટલ વિસ્તારના મકાનોમાં વરસાદી પાણી ઘૂસયા. જેથી અનેક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

READ ALSO

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!