GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

વરસાદ

ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડના પ્રારંભની ઘડીઓ ગણાઇ રહી છે. રાજ્યમાં હવામાન વિભાગે પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. જોકે 15 અને 16 ઓગસ્ટે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયુ છે. આ દરમ્યાન જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને જિલ્લાના કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

  • હવામાન વિભાગની આગાહી
  • આગામી 5 દિવસ સામાન્ય વરસાદની સંભાવના
  • 15 -16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના
  • અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.
  • બંદરો પર સિગ્નલ નંબર 1 લગાવવાયું
વરસાદ

રાજ્યભરમાં મેઘમહેર

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે કેટલાંક પંથકોમાં મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો છે. કેટલાંક વિસ્તારોમાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકતા રોડ-રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

વડોદરના ડભોઈ પંથકમા મેઘમહેર

વડોદરના ડભોઈ પંથકમા મેઘમહેર થઈ છે. ભારે વરસાદને લઈને ડભોઈના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત ટાવર રોડ, એસટી ડેપો, બાલાસિનોર ચાર રસ્તા, કન્યા શાળા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘમહેર જોવા મળી છે. જેમાં ભિલાપુર, થુવાવી, ફરતિકુઈ, હંસાપુરા, વેગા, ચાંદોદ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

માંગરોળના દરિયામાં જોરદાર કરંટ

જૂનાગઢના માંગરોળના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો અને દરિયામાં ભયંકર તોફાન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. માંગરોળમાં દરિયો ગાંડોતૂર બનતા 10થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે અને વરસાદી માહોલ પણ જોવા મળ્યા.

વરસાદ

સુરત જિલ્લામાં વરસાદી માહોલ

સુરત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના બારડોલી નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ વરસ્યો હતો.

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું

સરદોર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું હતુ. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં દર કલાકે 5 સેન્ટિમીટરનો વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમમાં પાણીની આવક 1 લાખ 38 હજાર ક્યુસેક નોંધાઇ છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. જે હાલના સંજોગમાં 5.03 મીટર દૂર છે. શુક્રવારે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જશે તેવી શકતાઓ છે. ડેમ સંપૂર્ણ ભરાઇ જતા ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે.

વરસાદ

સુરતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ

ઉકાઈ ડેમની ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે છેલ્લા ચાર દિવસથી ડેમના દરવાજાઓ તબક્કાવાર ખોલીને પાણી છોડવાની તજવીજ હાથ ધરી હતી, આજે ડેમના ઉપરવાસ માંથી મોટી માત્રામાં પાણીનો આવરો આવતા ડેમના 12 દરવાજાઓ નવ ફૂટ સુધી ખોલીને પાણી સતત છોડાઈ રહ્યું છે, જેને પગલે ડેમના ડાઉન સ્ટ્રીમ તાપી નદીની આસપાસના ગામો સહિત સુરતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદ ને કારણે ડેમમાં ત્રણ લાખ ક્યુસેક થઈ વધુ પાણી આવતા ડેમની સપાટી ઓગસ્ટ માસના રુલ લેવલ 335 ફૂટને પાર કરી જતા ડેમના સત્તાધીશોએ પાણી છોડવાની ગતિવિધીને વધુ તેજ કરી છે, ડેમ ના 22 દરવાજાઓ પૈકી 12 દરવાજાઓ નવ ફૂટ સુધી ખોલીને 1.82 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે..જેને પગલે તાપી નદીની આસપાસના વિસ્તારોના ગામોના લો લેવલ કોઝવે પાણીમાં ગરક થઈ ગયા છે, બીજી તરફ સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરવાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે, અને તાપી નદીની આસપાસના વિસ્તારના સંબંધિત વિભાગને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે..

Read Also

Related posts

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માની પલ્લીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી

pratikshah

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah
GSTV