GSTV

અણઘડ આયોજન / વગર વરસાદે અમદાવાદ પાસેની આ જગ્યાએ રેલમછેલ, હજારો લિટર પાણીનો વેડફાટ

Last Updated on June 23, 2021 by Dhruv Brahmbhatt

સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિ.ના વહીવટીતંત્રની વધુ એક વખત બેદરકારી સામે આવી છે. મંગળવારે શહેરના ઉત્તર ઝોનના નાના ચિલોડા ખાતે બનાવવામાં આવેલી પાણીની ટાંકીમાંથી સપ્લાય અગાઉ કરવામાં આવેલા ટ્રાયલ રનના કારણે ગોપાલનગર, ગોકુલધામ, લક્ષ્મીનગર સહીતની સોસાયટીઓમાં પાણી ફરી વળતા લોકોની હાલાકીમાં વધારો થવા પામ્યો હતો.

Ahmedabad Rain


આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિ.ના સંબંધિત અધિકારીઓ સમક્ષ ઉગ્ર આક્રોશ ઠાલવ્યા બાદ તંત્રને ભુલ સમજાતા પાણીનો વેડફાટ અટકાવવામાં આવ્યો હતો. આ અગાઉ હજારો લિટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો.


મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ફેબ્રુઆરી માસમાં મ્યુનિ.ની સામાન્ય ચૂંટણી યોજવામાં આવી એ અગાઉ નાના ચિલોડા આસપાસના વિસ્તારોનો અમદાવાદ મ્યુનિ.ની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા સમાવવામાં આવેલા આ વિસ્તારોની કેટલીક સોસાયટીઓમાં મંગળવારે સવારથી જ વગર વરસાદે પાણીની રેલમછેલ જોવા મળતા સોસાયટીઓના રહીશો પણ દંગ રહી ગયા હતાં.

કેટલાંક રહીશોએ આ ઘટનાના ફોટોગ્રાફ અને વિડીયો પણ લઈ સોશિયલ મિડીયા ઉપર વાઈરલ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તરઝોનના ઈજનેર વિભાગની બેદરકારી સામે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. દરમ્યાન એક વાત એવી પણ વહેતી થવા પામી હતી કે, નાના ચિલોડા મેઈન ગેટની પાસેની પાણીની લાઈનનો મેઈન બુચ ખુલી જવાના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો.

આ ઘટના બાદ મ્યુનિ.ના ઉત્તર ઝોન ઈજનેર વિભાગ તરફથી બાબતને સ્પષ્ટ કરતા કહેવાયુ હતુ કે, નાના ચિલોડા ખાતે બનાવવામાં આવેલી પાણીની ટાંકીનો ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હોવાથી આ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!