GSTV
Home » News » ગુજરાત પર સૂર્યદેવતાના ચાર હાથ, મનુષ્યો સહિત પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા

ગુજરાત પર સૂર્યદેવતાના ચાર હાથ, મનુષ્યો સહિત પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા

આજે અમદાવાદમાં સૂર્યનારાયણ પોતાનો પ્રકોપ વરસાવી રહ્યા છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીને લઈને તંત્રએ રેડ એલર્ટ આપ્યુ છે. રવિવારની રજા હોવા છતાં અમદાવાદમાં ગરમીથી પરેશાન થઈને બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે મહાપાલિકાએ પણ ગરમીને લઈને લોકોને જરૂર ન જણાય ત્યાં સુધી બહાર ન નીકળવા સલાહ આપી છે. કાંકરિયા ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં વન્ય પશુઓને ગરમીથી બચાવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે..ગ્રીન નેટ અને જરૂર જણાય ત્યાં કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજીતરફ, મહાપાલિકાએ વિવિધ ગાર્ડનમાં મફત છાશ વિતરણની પણ વ્યવસ્થા કરી છે.

વડોદરા

વડોદરામાં પણ લોકો કાળઝાળ ગરમીથી પરેશાન છે. અને આજે પણ લોકો ગરમીના કારણે બહાર નીકળવાનું ટાળતા જોવા મળ્યા હતા. શહેરમાં આજે તાપમાનનો આંકડો 41.5 ડિગ્રી ની ઉપર ગયો હતો. હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ હતુ કે ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને આગામી બે-ત્રણ દિવસ ગરમીમાં તબક્કાવાર વધારો થઇ શકે છે. ગરમીનું પ્રમાણ વધતા શહેરીજનો મોઢે સ્કાફ અને ટોપી પહેરવા મજબુર બન્યા હતા આવતીકાલથી સ્કૂલનું ઉનાળુ વેકેશન પૂર્ણ થઇ રહ્યું છે અને સ્કૂલો ખુલી શકે છે ત્યારે વાલીઓ કાળઝાળ ગરમીમા પણ બાળકોના સ્કૂલ યુનિફોર્મ , ચોપડા સહીત ની ખરીદી માટે નીકળવા મજૂબર જોવા મળ્યા. તો સાથે જ વાલીઓ વેકેશન લંબાય તેવી પણ માંગ કરતા જોવા મળ્યા.

જામનગર

જામનગરમા પણ છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આજે પણ જામનગર વાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીના કારણે લોકોને માથાનો દુખાવો,ચક્કર આવવા વગેરે જેવી ફરિયાદો ઉઠી છે. આકરા તાપ અને ગરમીથી બચવા લોકો કુદરતી અને કુત્રિમ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. મોટા ભાગના લોકો મોઢે રૂમાલ બાંધી ને ઘરની બહાર નીકળે છે. અગત્યના કામો સિવાય લોકો બહાર નીકળવાનું ટાળે છે. ખાસ કરીને શેરડીનો રસ અને ઠંડા પીણાની દુકાનો પર લોકો મોટી સંખ્યામાં જોવા મળી.

READ ALSO

Related posts

પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ, ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

Bansari

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

Bansari

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!