GSTV

ધાર્મિક સ્વતંત્રતા: લવ જેહાદના કાયદાને પડકારતી અરજી, રાજીખુશીથી બે પુખ્તવયની વ્યક્તિ લગ્ન કરે અને ધર્માંતરણ થાય તો તેને ગુનો ગણી શકાય કે નહીં !

અનામત

Last Updated on August 6, 2021 by Pravin Makwana

‘લવ જિહાદ’ના કાયદા તરીકે ઓળખાતા ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિમયના સુધારાને પડકારતી રિટમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે રાજીખુશીથી બે પુખ્તવયની વ્યક્તિ લગ્ન કરે અને ધર્માંતરણ થાય તો તેને ગુનો ગણી શકાય. સરકારે જવાબ રજૂ કરવા સમયની માગણી કરતા વધુ સુનાવણી ૧૭મી ઓગસ્ટના રોજ નિયત કરવામાં આવી છે.

ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ યોજાયેલી સુનાવણીમાં અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે  ગુજરાતમાં ધાર્મિક સ્વતંત્રનો આ કાયદો ૨૦૦૩થી છે અને તેમાં તાજેતરમાં સુધારા કરવામાં આવ્યા છે.  આ સુધારા પ્રમાણે બંધારણના અનુચ્છેદ-૨૫ પ્રમાણે દરેક નાગરિકોને સમાન રીતે ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે. જેમાં ધાર્મિક પ્રચારનો પણ મૂળભૂત અધિકાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે કોઇનું ધર્માંતરણ કરવાની પ્રક્રિયાને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો નથી અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પ્રમાણે બળજબરીથી થતું ધર્માંતરણ દગો અને ખતરારૂપ છે.

જૂના કાયદામાં કે સુધારા વગરના કાયદામાં બળજબરીથી, લોભ-લાલચથી કે છેતરપિંડીથી થતાં ધર્માંતરણને ગુના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું. નવાં સુધારા પ્રમાણે બેટર લાઇફ સ્ટાઇલ(સારું જીવન ધોરણ), ડિવાઇન બ્લેસિંગ (દૈવી કૃપા) અને અન્ય કોઇ રીતનું કારણ આપી ધર્માંતરણ કરાવવાને ગુનો ગણવામાં આવ્યો છે. આ ત્રણેય શબ્દો ખૂબ અસ્પષ્ટ પ્રકારના છે.

gujarat-high-court

આ ઉપરાંત કોઇ વ્યક્તિ લગ્ન દ્વારા ધર્માંતરણ કરવામાં આવે તો તે ગુનો છે. આ કાયદા પ્રમાણે પરિવારો આંતરધર્મીય લગ્ન માટે તૈયાર હોયો તો કોઇ અન્ય સગા-સંબંધી પણ ફરિયાદ નોંધાવી શકે છે. ધર્માંતરણ બળજબરીથી કે લાલચથી હોય તો તોની સામે સરકાર કાર્યવાહી થઇ શકે છે, પરંતુ લગ્નના કારણે ધર્માંતરણ થાય તો સરકાર તેને કેવી રીતે ગુનો ગણી શકે.

આપણે જાણીએ છીએ કે આપણાં સમાજમાં આંતરધર્મીય લગ્ન ક્યારેય શાંતિપૂર્વક થતાં નથી. તેથી આવાં લગ્ન અંગે કોઇપણ ફરિયાદ નોંધાવે તો ગુનો નોંધાઈ જાય છે. આ જોગવાઇ રાઇટ ટુ પ્રાઇવસીને પણ ખલેલ પહોચાડે છે. કોર્ટની ખંડપીઠે સરકારને પ્રશ્ન કર્યો હતો કે  અલગ-અલગ ધર્મની બે પુખ્ત વયની વ્યક્તિ તેમની પસંદની લગ્ન કરે અને ધર્માંતરણ થાય તો તેને ગુનો કેવી રીતે ગણી શકાય. સરકારે જવાબ રજૂ કરવા વધુ સમય માગતા સુનાવણી ૧૭મી ઓગસ્ટના રોજ નિયત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt

GST કાઉન્સિલ/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’, ભાવ ઓછા થવાની આશા નહિવત

Damini Patel

પર્દાફાશ/ પાકિસ્તાનના ઇશારે ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવરતું, થયો આ ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!