GSTV
Kutch Trending ગુજરાત

લીઝ ભાડા વિવાદ / કંડલા પોર્ટના વેપારીઓને વચગાળાની રાહત, કોર્ટે આ તારીખ સુધી આપી વેપાર કરવાની છૂટ

kandla port

કચ્છના કંડલા પોર્ટ પર વેપાર કરવા માટે જમીન અને પ્લોટની લીઝ-લાયસન્સ મેળવનારા વેપારીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે. લીઝ-લાયસન્સના ભાડાની રકમ ન ચૂકવી શકનારા સંખ્યાબંધ વેપારીઓના વેપાર પોર્ટ ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવ્યા છે. હાઇકોર્ટે આ વેપારીઓને ૨૩મી જૂનની સુનાવણી સુધી વેપાર કરવાની છૂટ આપતો વચગાળાનો આદેશ કર્યો છે.

કચ્છના કંડલા પોર્ટ પર વેપાર કરવા માટે વેપારીઓએ હાઇકોર્ટમાં કરી હતી પિટિશન

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠ સમક્ષ અરજદાર વેપીઓએ રજૂઆત કરી હતી કે તેમની લીઝમાં મનસ્વી રીતે વધારો કરવામાં આવ્યો છે. અરજદાર વેપારીઓની રજૂઆત છે કે લીઝના રેન્ટની રકમમાં મનસ્વી રીતે વધારો કરાયો છે અને વધારો પાશ્ચાદવર્તી અસરથી અમલમાં મૂકાયો છે. જેની સામે તેમણે હાઇકોર્ટમાં અરજી પણ કરી છે. જેની સુનાવણી પેન્ડીંગ હોવા છતાં તેમને વેપાર બંધ કરવાનો આદેશ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

kandla port

વેપારીઓ અને પોર્ટ ટ્રસ્ટને સાંભળી કોર્ટે નોંધ્યું છે કે આ કેસમાં ૩૦૦ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ સંકળાયેલી છે અને પોર્ટની ધીરજનો પણ અંત આવી ગયો છે. પોર્ટ ટ્રસ્ટ અનેક વાંધા અને તકરારોનું નિવારણ ઇચ્છે છે. આ ઉપરાંત કોર્ટએ નોંધ્યું છે કે વેપારીઓનો વેપાર બંધ હોવાથી તેમને પણ નુકસાન જઇ રહ્યું છે. તેથી ૨૩મી ઓગસ્ટની મુખ્ય અને અંતિમ સુનાવણી ન થાય ત્યાં સુધી વેપારીઓને વચગાળાની રાહત મળવી જોઇએ.

READ ALSO

Related posts

યૂનિક નથી હોતા ઉર્ફી જાવેદનાં સુપરબોલ્ડ કપડાંસ, હોલિવુડ હિરોઇનની કરે છે સસ્તી નકલ

Hemal Vegda

રાખી સાવંતે હવે હેમા માલિનીને આપ્યો જવાબ, કહ્યું- હું બીજી સ્મૃતિ ઈરાની બનીશ

GSTV Web Desk

આધારકાર્ડ મુદ્દે UIDAIએ જારી કરી અપડેટ, કરોડો લોકો પર થશે અસર

Hemal Vegda
GSTV