GSTV

બોન્ડની નજીવી રકમના અભાવે કેટલાંક ગરીબ કેદીઓ હજુ પણ જેલમાં, આ મામલે હાઇકોર્ટમાં 31મીએ સુનાવણી

Last Updated on July 30, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત હાઇકોર્ટમાં એક સુનાવણી દરમિયાન કોર્ટના ધ્યાને આવ્યું હતું કે એક આરોપીને નવેમ્બર-૨૦૨૦માં સજામોકૂફી મળી ચૂકી છે પરંતુ સજા મોકૂફી સમયે કોર્ટ દ્વારા નિયત કરવામાં આવેલી પર્સનલ બોન્ડરની રકમ રૂપિયા દસ હજાર ન આપી શકવાના કારણે આરોપી હજુ સુધી જેલમાં છે. જેથી કોર્ટે નોંધ્યું હતું કે આવાં ઘણાં છૂટાછવાયા ગરીબ કેદીઓ હશે કે જેમને સજામોફૂફી મળી ચૂકી છે પરંતુ બોન્ડરની રકમ ન ભરી શકવાના કારણે જેલમાં છે. આવાં કેદીઓ માટે શું થઇ શકે તે મુદ્દે કોર્ટે વધુ સુનાવણી ૩૧મી જુલાઇના રોજ નિયત કરી છે.

jail

હાઇકોર્ટે આ કેદીની સજા ૨-૧૧-૨૦૦૨ના રોજ મોકૂફ કરી હતી

જસ્ટિસ પરેશ ઉપાધ્યાય સમક્ષ આજે આવેલા એક કેસમાં ભરૂચના જંબુસરના એક કેદીને પોક્સોના કેસમાં સેશન્સ કોર્ટે ઓક્ટોબર-૨૦૧૬માં દસ વર્ષની કેદની સજા ફટકારી હતી. જેની સામે હાઇકોર્ટમાં થયેલી અપીલમાં ૨૦૨૦માં રજૂઆત કરાઇ હતી કે આરોપી દસ વર્ષની સજામાંથી ચાર વર્ષની સજા કાપી ચૂક્યો છે અને તેની અપીલનો નિકાલ આગામી બે વર્ષ સુધીમાં થાય તેવું લાગતું નથી. તેથી તેની સજા અપીલનો સમય ચાલી રહ્યો છે તે દરમિયાન તેની સજા મોકૂફ કરવામાં આવે. જેથી હાઇકોર્ટે ૨-૧૧-૨૦૦૨ના રોજ સજા મોકૂફ કરી હતી અને પર્સનલ બોન્ડ તરીકે રૂપિયા દસ હજાર ભરવાનું કહ્યું હતું.

પોલીસ

આરોપી બોન્ડરની રકમના અભાવે જેલની બહાર આવી ન શક્યો હોવાનું હાઇકોર્ટેના ધ્યાને આવતા કોર્ટે કહ્યું હતું કે, આવાં ઘણાં કેદીઓ હશે જેમની સજા મોકૂફ થવા છતાં બોન્ડની રકમના અભાવે હજુ સુધી જેલમાં જ છે. કદાચ આવા કેદીઓની સજામોકૂફીના આદેશોમાં સુધારો કરવો પડે તેવું બને. કોર્ટ જેલ વિભાગના આઇ.જી.ને કોઇ નિર્દેશ કરવા માંગતી નથી કારણ કે કોર્ટ આવાં કેદીઓની મદદ કરવા ઇચ્છે છે. સરકારી વકીલે પણ આજની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે તેઓ આ બાબતે જેલ ઓથોરિટીના આઇ.જી.નું ધ્યાન દોરશે. આ બાબતે શું કામગીરી કરી શકાય તે માટે કોર્ટે વધુ સુનાવણી ૩૧મીના રોજ નિયત કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!