GSTV

ગુજરાતમાં લોકસભા બાદ 13 વિધાનસભાની યોજાશે પેટાચૂંટણી, આ છે કારણ

ગુજરાતમાં કુલ 13 ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. આશ્ચર્યજનક બાબત એવી છે કે સંસદ અને વિધાનસભામાં 33 ટકા અને 50 ટકા મહિલા અનામતની દુહાઇ આપનારી બન્ને પાર્ટી– ભાજપ અને કોંગ્રેસે મહિલા ઉમેદવારો પ્રત્યે ઉપેક્ષા રાખી છે. ભાજપે 6 મહિલાને તેમજ કોગ્રેસે એક મહિલાને ટિકીટ આપી છે. ભાજપે તેના 26 ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં ચાર ધાસાસભ્યોને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે પણ 26 ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં 9 ધારાસભ્યોને ટિકીટ આપવામાં આવી છે. ભાજપે તેના વર્તમાન સાંસદો પૈકી 10 ને રિપીટ કર્યા નથી. પાર્ટીએ નવા ચહેરાને તક આપી છે.

ભરૂચની બેઠક પર છોટુ વસાવાને પગલે કોંગ્રેસ કમજોર બની

ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે દાહોદમાંથી બાબુ કટારાને તેમજ ભરૂતમાંથી શેરખાન અબ્દુલ પઠાણને ટિકીટ આપી છે. ઉમેદવારી પત્ર ભરવાના આખરી દિવસે બન્ને પાર્ટીઓએ તેમના તમામ ઉમેદવારો નક્કી કર્યા છે, ભરૂચની બેઠક પર બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ ઉમેદવારી કરતાં કોંગ્રેસની સ્થિતિ કમજોર બની છે. આ બેઠક પર કોંગ્રેસે છોટુ વસાવા સામે તેનો મુસ્લિમ ઉમેદવાર જાહેર કર્યો છે જેથી કોંગ્રેસના મતોમાં વિભાજન થતાં ભાજપને આ બેઠકમાં મોટો ફાયદો મળી શકે તેમ છે.

ભાજપની 10 બેઠકો તેમજ કોંગ્રેસની 12 બેઠકો પર નારાજગી

રાજ્યમાં લોકસભાની ટિકીટ નહીં મળવાના કારણે ભાજપની 10 બેઠકો તેમજ કોંગ્રેસની 12 બેઠકો પર નારાજગી જોવા મળી રહી છે. ભાજપે તેના 16 સાંસદોને રિપીટ કર્યા છે. ભાજપે કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, લીલાધર વાઘેલા, જયશ્રી પટેલ, લાલકૃષ્ણ અડવાણી, પરેશ રાવલ, દેવજી ફતેપરા, વિઠ્ઠલ રાદડિયા, દિલીપ પટેલ, પ્રભાતસિંહ ચૌહાણ અને રામસિંહ રાઠવાની ટિકીટ કાપી છે. કોંગ્રેસના ઉમેદવારોના વિશ્લેષણમાં પાર્ટીએ જૂના સાથીદારોને ટિકીટ આપી છે.

કોંગ્રેસને શહેરોમાં જાણિતા ચહેરા ન મળ્યા

નવા ચહેરા ખૂબ ઓછા જોવા મળ્યા છે. બે પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરીને ટિકીટ મળી છે. કોંગ્રેસે પાટણ બેઠક પર પૂર્વ સાંસદને ટિકીટ આપી છે. ભાજપમાંથી આવેલા પૂર્વ મંત્રી બિમલ શાહને કોંગ્રેસે ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા છે, જેઓ અગાઉની ચૂંટણીઓ હારી ચૂક્યાં છે. પાર્ટીએ 50 ટકા ઉમેદવારો એવા પસંદ કર્યા છે કે જેઓ અગાઉની ચૂંટણીઓ હારી ચૂક્યાં છે. કોંગ્રેસને સિટી વિસ્તાર એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જાણીતા ચહેરા મળ્યા નથી.

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva

બુધવારે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબીનેટની બેઠક, આ મુદ્દાઓ પર રહેશે સૌની નજર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!