GSTV

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: 10 હજારની નજીક પહોંચ્યો નવા કેસના આંક, 18માં દિવસે નવી સર્વોચ્ચ સપાટી વટાવી

Last Updated on April 18, 2021 by Pravin Makwana

ગુજરાતમાં કોરોના વાયરસે સતત ૧૮મા દિવસે નવી સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯,૫૪૧ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૨૭ હજાર એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૯૪,૨૨૯ જ્યારે કુલ મરણાંક ૫,૨૬૭ છે. આ પૈકી એપ્રિલ માસમાં જ ૮૬,૫૩૧ કેસ નોંધાયા છે જ્યારે ૭૪૮ના મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૩૯૮ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ૩,૨૪૧-ગ્રામ્યમાં ૬૨ સાથે કુલ ૩,૩૦૩ નવા કેસ સામે આવ્યા છે. આમ, અમદાવાદમાં કોરોનાના કુલ કેસ હવે ૯૮,૫૧૩ છે. સુરત શહેરમાં ૧,૭૨૦-ગ્રામ્યમાં ૪૩૫ સાથે ૨,૧૫૫ નવા કેસ નોંધાયા હતા. આમ, સુરતમાં કોરોનાના કુલ કેસ હવે ૮૫,૪૪૬ છે. વડોદરા શહેરમાં ૩૬૯-ગ્રામ્યમાં ૨૧૦ સાથે ૫૭૯ જ્યારે રાજકોટ શહેરમાં ૪૧૨-ગ્રામ્યમાં ૮૨ સાથે ૪૯૪ નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં જામનગર શહેરમાં ૧૯૪-ગ્રામ્યમાં ૧૨૪ સાથે ૩૧૮, મહેસાણામાં ૨૬૨, ભરૃચમાં ૨૩૫, ભાવનગર શહેરમાં ૧૧૪-ગ્રામ્યમાં ૮૧ સાથે ૧૯૫, બનાસકાંઠામાં ૧૭૮, નવસારીમાં ૧૪૮, પાટણમાં ૧૪૭, ગાંધીનગર શહેરમાં ૬૯-ગ્રામ્યમાં ૭૮ સાથે ૧૪૭, જુનાગઢ શહેરમાં ૬૧-ગ્રામ્યમાં ૬૭ સાથે ૧૨૮, પંચમહાલમાં ૧૦૭, તાપીમાં ૯૮, નર્મદામાં ૯૭, અમરેલીમાં ૯૬, કચ્છમાં ૯૨, સુરેન્દ્રનગરમાં ૮૯, મહીસાગરમાં ૮૧, ખેડામાં ૭૯, સાબરકાંઠામાં ૭૫, આણંદ-દેવભૂમિ દ્વારકામાં ૭૧, દાહોદમાં ૫૩, મોરબીમાં ૫૦ કેસનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૨૬, અમદાવાદમાંથી ૨૫, રાજકોટમાંથી ૧૦, વડોદરામાંથી ૮, સુરેન્દ્રનગરમાંથી ૬, ભાવનગર-જામનગરમાંથી ૪, બનાસકાંઠા-મહેસાણામાંથી ૨, ભરૃચ-બોટાદ-ડાંગ-મહીસાગર-પંચમહાલ-સાબરકાંઠામાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૫૯૩-સુરતમાં ૧,૨૬૯-વડોદરામાં ૩૧૩, રાજકોટમાં ૨૮૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૬૮૨, સુરતમાંથી ૮૩૫, વડોદરામાંથી ૩૯૨, રાજકોટમાંથી ૫૩૬ એમ રાજ્યભરમાંથી ૩૭૮૩ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩,૩૩,૫૬૪ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૮૪.૬૧% છે.

READ ALSO

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!