GSTV
ટોપ સ્ટોરી

સાવધાન / ગુજરાતમાં કોરોનાની રિ-એન્ટ્રી!, છેલ્લાં 24 કલાકમાં નવા 23 કેસ સાથે 32 દિવસ બાદ પ્રથમ મૃત્યુ

gujarat-corona-active-cases

ગુજરાતમાં એક દિવસના અંતર બાદ ફરી કોરોનાના દૈનિક કેસનો આંક ૨૦ને પાર થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૩ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૩૨ દિવસમાં કોરોનાથી પ્રથમવાર મૃત્યુ નોંધાયું છે.

કોરોના

રાજ્યમાં ૩ સપ્ટેમ્બર બાદ કોરોનાથી સૌ પ્રથમ મૃત્યુ જૂનાગઢમાં

છેલ્લાં ૨૪ કલાકમાં સુરત શહેરમાં ૫-ગ્રામ્યમાં ૩ સાથે સૌથી વધુ ૮, વલસાડમાંથી ૭, ખેડા-રાજકોટમાંથી ૨ જ્યારે અમદાવાદ-વડોદરા-જુનાગઢ-નવસારીમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૬,૦૩૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક મૃત્યુ જૂનાગઢમાં નોંધાયું હતું. રાજ્યમાં ૩ સપ્ટેમ્બર બાદ કોરોનાથી આ સૌ પ્રથમ મૃત્યુ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪ દર્દી કોરોનાથી સાજા થયા છે.

કોરોના

અત્યારસુધી કુલ ૮,૧૫,૭૭૬ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૬% છે. રાજ્યમાં હાલ ૧૮૦ એક્ટિવ કેસ છે અને ૩ દર્દી વેન્ટિલેટર પર છે. સુરત ૫૦, અમદાવાદ ૪૩, વલસાડ ૩૭ અને વડોદરા ૨૩ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. મંગળવારે વધુ ૫,૧૨,૫૫૨ દર્દીઓને કોરોના વેક્સિનના ડોઝ અપાયા હતા. રાજ્યમાં કુલ વેક્સિનેશનનો આંક હવે ૫,૧૨,૫૫૨ છે.

READ ALSO :

Related posts

BIG BREAKING: ફ્લોર ટેસ્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી કરી મંજૂર, આજે સાંજે પાંચ વાગ્યે થશે સુનાવણી

pratikshah

એકનાથનો દાવો અમારા ગ્રુપમાં સંપૂર્ણ એકતા, અમારા જૂથમાં પૂરા 50 MLA, બધા તેમની મરજી અને રાજીપાથી આવ્યા

pratikshah

નેત્રોત્સવની વિધિ! સવારથી દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા,જાંબુ અને મિષ્ટાન આરોગતા ભગવાનની આવી ગઈ આંખો

pratikshah
GSTV