GSTV

બેલગામ / રાજ્યમાં 10 દિવસ બાદ ફરી કોરોનાના એક્ટિવ કેસમાં વધારો, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા નવા 21 કેસ

Last Updated on September 27, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં બે દિવસ બાદ ફરી એકવાર કોરોનાના દૈનિક કેસનો આંક ૨૦થી વધી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ ૨૨માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.

છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૭ કેસ નોંધાયા

છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૭, સુરતમાંથી ૬, વડોદરામાંથી ૪, અમરેલી-ભાવનગર-ખેડા-વલસાડમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૫,૮૫૧ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૯ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૫,૬૧૮ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૬% યથાવત્ છે.

રાજ્યમાં હાલ ૧૫૧ એક્ટિવ કેસ છે અને ૩ દર્દી વેન્ટિલેટર પર છે. ૧૭ સપ્ટેમ્બર બાદ ફરી એકવાર એક્ટિવ કેસનો આંક ૧૫૦થી વધ્યો છે. સુરતમાં ૩૬,વડોદરામાં ૩૧, અમદાવાદમાં ૨૯ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ છે. રવિવારે રાજ્યમાંથી માત્ર ૧.૪૪ લાખને કોરોના રસી આપવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં રસીકરણના કુલ ડોઝનો આંક હવે ૫.૯૫ કરોડ છે.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!