GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

સોલારમાં ગુજરાતે નંબર વનનું સ્થાન ગુમાવ્યું : વિન્ડમાં તામિલનાડું પ્રથમ ક્રમે

ગુજરાત સરકાર જોતી રહી અને સોલાર વીજળી ઉત્પાદિત કરવામાં પાડોશી રાજ્ય રાજસ્થાન નંબર વન બની ગયું છે. સરકારી સત્તાવાર આંકડા પ્રમાણે સમગ્ર દેશમાં સૌથી વધુ સોલાર ઉત્પાદિત કરતું રાજ્ય રાજસ્થાન બન્યું છે. ગુજરાતને દેશનું સોલાર હબ બનાવવાના વાયદા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાત દેશનો સૌથી વધુ સોલાર વીજળી ઉત્પાદિત કરતું રાજ્ય બનશે. જો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતે સોલાર મિશનમાં નંબરવન થવાનું ટાઇટલ ગુમાવ્યું છે.

સેન્ટ્રલ સ્ટેટેસ્ટીક્સ ઓર્ગેનાઇઝેશનના ધ સ્ટેટેસ્ટીક્સ ઇન ઇન્ડિયા ઇન માર્ચ 2018માં રિલીઝ થયેલા 25મા ઇસ્યુમાં આપવામાં આવેલી હાઇલાઇટ્સ પ્રમાણે માર્ચ 2017 સુધીમાં થર્મલ પાવર પ્લાન્ટમાં ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 71 છે, હાઇડ્રોમાં 11.81 ટકા તેમજ ન્યૂકિલિયરમાં 1.8 ટકા છે. ભારતમાં રાજસ્થામાં 14 ટકા એટલે કે સૌથી હાઇએસ્ટ (167.28 જીડબલ્યુ) સોલાર પાવર કેપેસિટી જોવા મળી છે જ્યારે 157.19 જીડબલ્યુ સાથે 13 ટકા ગુજરાતમાં છે. મહારાષ્ટ્રમાં 119.89 ટકા એટલે કે 119.89 જીડબલ્યુ કેપેસિટી જોવા મળી છે. રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ગુજરાતે બીજું સ્થાન જાળવી રાખ્યું છે.

31મી ઓક્ટોબર સુધીમાં વિન્ડ પાવરમાં ભારતની કેપેસિટી જોઇએ તો 32715.37 મેગાવોટની છે. સોલાર પાવરમાં 14751.07 મેગાવોટ, સોલાર પાવર-રૂફટોપમાં 823.64 મેગાવોટ, બાયોમાસ પાવરમાં 8132.70 મેગાવોટ, વેસ્ટ ટુ પાવરમાં 114.08 મેગાવોટ તેમજ સ્મોલ હાઇડ્રોપાવરમાં 4399.35 મેગાવોટ સહિત કુલ 60985.21 મેગાવોટ છે. ભારત સરકારે 2022 સુધીમાં કુલ કેપેસિટી 175000.00 મેગાવોટની રાખી છે.

કેન્દ્રના દાવા પ્રમાણે ગુજરાતમાં 2022 સુધીમાં 8020 મેગાવોટ સોલાર પાવર, 8800 મેગાવોટ વિન્ડ પાવર, 25 મેગાવોટ એસએચપી તેમજ 288 મેગાવોટ બાયોમાસ પાવરનો ટારગેટ રાખવામાં આવ્યો છે. અન્ય એક દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની વિન્ડ પાવર કેપેસિટી 31મી માર્ચ 2018 સુધીમાં 5702 મેગાવોટ છે જે તામિલનાડુની 8197 મેગાવોટ પછી બીજાક્રમે છે.

ત્રીજાસ્થાને 4784 મેગાવોટ સાથે મહારાષ્ટ્ર અને ચોથાક્રમે 4507 મેગાવોટ સાથે કર્ણાટકા આવે છે, જ્યારે રાજસ્થાનની કેપેસિટી 4298 મેગાવોટ થવા જાય છે. સોલાર પાવરમાં રાજસ્થાન 2246.48 મેગાવોટ સાથે પ્રથમ છે જ્યારે ગુજરાતમાં 1291.18 મેગાવોટ છે. ભારતમાં સોલાર પાવરની કેપેસિટી 15604.76 મેગાવોટ થવા જાય છે.

Related posts

સોલા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, કપિરાજ બાયો મેડિકલ વેસ્ટમાં ફરતા મળ્યા જોવા

pratik shah

ટિકિટ કેન્સલ કરવા બદલ રેલવેએ આપ્યુ 5 કરોડનું રીફંડ, તમારા પૈસા આવ્યા પાછા?

Arohi

પતિને શારીરિક સંબંધો નહીં બાંધવા દઈશ એવી પત્નીએ લીધી હતી સોગંધ, આખરે આ અંજામ આવ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!