GSTV
Ahmedabad ગુજરાત

બાપ રે સાચવજો / રાજ્યમાં માત્ર એક જ દિવસમાં કેસમાં 40%નો ચિંતાજનક વધારો, છેલ્લાં 24 કલાકમાં જ કોરોનાના 70 નવા કેસ

કોરોના

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં ૪૦%નો ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૦ નવા કેસ સામે આવ્યા છે જ્યારે વલસાડમાં કોરોનાથી એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં રવિવારે કોરોનાના ૫૧ કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમા ડિસેમ્બરમાં કોરોનાના કુલ ૧૧૪૧ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે ૧૦ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાના ૬૪૧ જ્યારે નવેમ્બરમાં કુલ ૮૯૮ કેસ નોંધાયા હતાં.

કોરોના

છેલ્લાં ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 13 કેસ સામે આવ્યાં

છેલ્લાં ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૧૩, વડોદરા શહેરમાંથી ૧૧-ગ્રામ્યમાંથી ૧ સાથે ૧૨, જામનગર શહેરમાંથી ૬-ગ્રામ્યમાંથી ૪ સાથે ૧૦, રાજકોટ શહેરમાંથી ૫-ગ્રામ્યમાંથી ૪ સાથે ૯, સુરત શહેરમાંથી ૬-ગ્રામ્યમાંથી ૨ સાથે ૮, ગાંધીનગર શહેર-મહેસાણામાંથી ૩, આણંદ-ગીર સોમનાથ-પોરબંદરમાંથી ૨, ભાવનગર-દેવભૂમિ દ્વારકા-કચ્છ-નવસારી-સુરેન્દ્રનગર-વલસાડમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આમ, ૧૬ જિલ્લામાં સંંક્રમણના નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૮,૬૧૬ છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૧૦૨ છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૬૩ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૭,૯૩૭ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૧% છે. રાજ્યમાં હાલ ૫૭૭ એક્ટિવ કેસ છે જ્યારે ૮ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૦ દિવસ અગાઉ રાજ્યમાં ૨૭૫ એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા ૨૦ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં ૧૧૦%નો વધારો નોંધાયો છે. હાલમાં અમદાવાદમાં ૧૩૪, વડોદારમાં ૧૦૬ સાથે સૌથી વધુ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. તાપી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી, અમરેલી જ એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી.

રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૨,૨૧, ૭૧૮ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે ૮.૭૨ કરોડ થયું છે.

corona

કયા જિલ્લામાં વધુ એક્ટિવ કેસ?

જિલ્લોએક્ટિવ કેસ
અમદાવાદ134
વડોદરા106
રાજકોટ69
જામનગર63
સુરત61
નવસારી29
કચ્છ21
વલસાડ19
GSTV

READ ALSO :

Related posts

સાચવજો / રથયાત્રા પહેલા રાજ્યમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 500થી વધુ કેસો

Zainul Ansari

125મી જન્મજયંતીએ કલેક્ટર કચેરીમાં મુકાઈ ઝવેરચંદ મેઘાણીની દુર્લભ તસવીરો, દેશભક્તિનાં શૌર્યગીતોનો સંગ્રહ કરાયો પ્રસિદ્ધ

Hemal Vegda

મોટો ખુલાસો / કોંગ્રેસના ધારાસભ્યને થઈ હતી 40 કરોડ રૂપિયાની ઓફર, MLAએ કર્યો સનસનીખેજ ખુલાસો

Zainul Ansari
GSTV