GSTV

રેલીઓની જેમ લગ્નમાં જવાથી શું કોરોના થતો નથી ? : ઘણાએ લગ્ન ઘરમેળે જ પતાવી દીધા

લગ્ન

એક બાજુ અમદાવાદ શહેરમાં જાણે કોરોનાની લહેર ઊઠી છે દિવાળીના તહેવારો બાદ કોરોનાનો વિસ્ફોટ થયો છે અને જેના પગલે સિવિલથી માંડી ખાનગી હોસ્પિટલો ફૂલ થઇ છે. કોરોનાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારે અમદાવાદમાં બે દિવસ કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે.

લગ્ન માટે અહીંથી લેવી પડશે મંજૂરી

જો કે રાજ્ય સરકારની નીતિને લઈને લોકો પણ અસમંજસ અનુભવી રહ્યા છે કેમ કે એક તરફ રાજ્ય સરકાર ભીડ ન થાય તે માટે કરફ્યુ લાગી રહી છે ત્યારે બીજી તરફ આ જ રાજ્ય સરકારે એવી જાહેરાત કરી છે કે શનિ અને રવિવારે યોજાનારા લગ્નને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવશે તો મંજૂરી આપવામાં આવશે.

અમદાવાદમાં કરફ્યુ લાદવાની જાહેરાતને પગલે જાણે લગ્નના રંગમાં ભંગ પડયો હતો. શનિ અને રવિવારે અમદાવાદમાં ઘણાં લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા પણ કદાચ આ કરફ્યુ લંબાઈ શકે છે તેવી પણ અફવાનો દોર ચાલ્યો હતો.

ગણ્યાગાંઠ્યા મહેમાનો સાથે લગ્ન વિધિ આટોપી લેવાઇ

લગ્ન

જેના કારણે ઘણા લોકો એ છેલ્લી ઘડીએ લગ્ન કરવા પડયા હતા અને સગાઓને આ બાબતની જાણ કરી હતી. કેટલાક પરિવારે તો શનિવારના લગ્ન એક દિવસ પહેલા શુક્રવારે જ આયોજિત કરી દીધા હતા અને જમણવાર વિના માત્ર ગણ્યાગાંઠયા સગા સંબંધીઓ સાથે માત્ર લગ્ન વિધિ કરી લગ્ન આટોપી લેવાયા હતા.

કોરોનાને કાબુમાં કરવા માટે કરફ્યુની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે સ્પષ્ટ જાહેરાત કરી છે કે કોઈએ પણ કામ સિવાય અવરજવર કરવી નહીં જ્યારે બીજી બાજુ આજે અમદાવાદ પોલીસે એવી જાહેરાત કરી છે કે લગ્ન હોય તો નજીકના પોલીસ સ્ટેશને અરજી કરવામાં આવશે તો મંજૂરી આપવામાં આવશે.

સરકારની બેધારી નીતિ પર ઉઠ્યા સવાલ

લગ્ન

હવે સવાલ એ ઉઠે છે કે જો આ લગ્નમાં લોકોની ભીડ એકત્રિત થશે તો શું કોરોના નહીં થાય? એટલે સરકારની બેધારી નીતિ ને લઇને સવાલો ઉઠયા છે. આ ઉપરાંત લગ્નને લઈને પણ કોઈ ચોક્કસ માર્ગદશકા જાહેર કરી નથી . કેટલા લોકોને લગ્નમાં જવા માટે મંજૂરી આપવામાં આવશે તે અંગે પોલીસે ચોખવટ કરી નથી.

લોકોમાં એવો મત પ્રવર્તી રહ્યો છે કે કે જ્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવી રહ્યો છે ત્યારે તમામ મેળાવડા, સમારોહ, લગ્ન જે ભીડ એકત્રિત થતી તમામ પર પ્રતિબંધ લાદવો જોઈએ પણ સરકારનું કોઈ ચોક્કસ વલણ ન હોવાના કારણે લગ્ન પ્રસંગો કોરોનાને વકરાવે તેવી દહેશત ઉભી થઇ છે.

Read Also

Related posts

સરકાર ગૂંચવાઈ/ સ્પષ્ટતા કરે રાજ્ય સરકાર, બહાર જતાં લોકોના ટેસ્ટ માટે રૂપિયા આપવાના કે નહીં !

Pravin Makwana

રાજકોટ/ દબાણ હટાવા ગયેલી ટીમ પર લારીવાળાએ કર્યો છરી વડે હુમલો, જનતાએ જાહેરમાં ફટકાર્યો

Pravin Makwana

રાજ્ય સરકારની જાહેરાત/ સરદાર સરોવર બંધમાંથી ખેડૂતોને આપવામા આવશે પાણી, શિયાળુ પાકને થશે ફાયદો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!