GSTV

રાજ્યના ઓફિસરોને નવા વર્ષની સૌથી મોટી ગિફ્ટ, 16 IPS અને 13 IASને પ્રમોશન

Last Updated on January 1, 2019 by Karan

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વહીવટી તંત્રને નવા વર્ષની ગિફ્ટ આપી છે. રાજ્યના પોલીસ તંત્રના 16 આઇપીએસ ઓફિસરો તેમજ 13 આઇએએસ અધિકારીઓને બઢતી આપી છે. રાજ્યના ઓફિસરોની બદલીઓ પહેલાંની આ ગિફ્ટ છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇને વાયબ્રન્ટ સમિટ પૂર્ણ થયે સરકારમાં મોટાપાયે બદલીઓ તોળાઇ રહી છે. ગુજરાત સરકારે સિનિયર કહી શકાય તેવા અધિકારીઓમાં દિલ્હીમાં ઇએસઆઇસીમાં ફરજ બજાવતા રાજકુમાર, રાજ્યના એનર્જી અને પેટ્રોલિયમ વિભાગમાં ફરજ બજાવતા રાજ ગોપાલ, નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી આર.પી.ગુપ્તા તેમજ ડેપ્યુટેશન પર તેલંગાણા ગયેલા એલ. ચુંઆંગોને એડિશનલ ચીફ સેક્રેટરીના પ્રમોશન આપ્યાં છે.

ગુજરાતના આઠ આઇએએસ અધિકારીઓને પણ સરકારે પ્રમોશન આપ્યાં છે જેમાં રૂપવંતસિંહ, ડો. સંધ્યા ભુલ્લર, સ્વરૂપ પી, પ્રવિણ કે સોલંકી, અવંતિકા સિંઘ, એસ.એલ.અમરાણી, એમ.એસ. પટેલ અને લલિત પાડલિયાનો સમાવેશ થાય છે. રાજ્યના પોલીસ વિભાગમાં એક એડિશનલ જીડીપી અને પાંચ ડીઆઇજી કક્ષાના અધિકારીઓને આઇજી રેન્જમાં બઢતી આપવામાં આવી છે પરંતુ તેમની મૂળ જગ્યા અપગ્રેડ કરી છે. બીજી તરફ રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં આઠ આઇએએસ ઓફિસરોને પણ પ્રમોશન આપ્યું છે જેમાં કેટલાક આ વર્ષે નિવૃત્ત થઇ રહ્યાં છે. પોલીસના ઓર્ડરમાં 8 એસપી કક્ષાના  એડમિનિસ્ટ્રેટીવ ગ્રેડ આપવામાં આવ્યા છે. જેની સાથે 14 જેટલા એસપીને  સિલેકશન ગ્રેડ આપવામાં આવ્યા છે.

સુરતના પોલીસ કમિશ્નર સતિષ શર્માને  ડીજી તરીકે બઢતી આપી તેઓને મૂળ જગ્યાએ ચાલુ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ડીઆઇજી કક્ષાના અધિકારીઓ ડો. વિપુલ અગ્રવાલ, રાજકોટના પુર્વ રેન્જ વડા  ડી.એન.પટેલ, ગાંધીનગરના રેન્જ વડા મયંકસિંહ ચાવડા, કમાન્ડો ટ્રેનીંગના જી.એલ.સિંઘલ અને અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર ટ્રાફીક જે.આર.મોથલીયાને પણ આઇજી ગ્રેડમાં બઢતી આપી મૂળ જગ્યાએ ચાલુ રાખવામાં આવ્યા છે. એસપી કક્ષાએ જેમને સીલેકશન ગ્રેડ અપાયો છે તેમાં નિલેશ જાજડીયા, બીપીન આહીર, જામનગર એસપી શરદ સિંઘલ, ચિરાગ કોટડીયા, આર.જે.પારગી, પી.એલ.માલ, એમ.એસ.ભાભોર, આર.એફ.સાંગડા, બી.આર.પાંડોર, એન.એન.ચૌધરી, એ.જી.ચૌહાણ, એમ.કે.નાયક, આર.વી.અસારી અને કે.એન.ડામોરનો સમાવેશ છે. જયારે એડમીનીસ્ટ્રેટીવ ગ્રેડમાં જે 8 એસપી કક્ષાના અધિકારીઓ મુકાયા છે તેમાં જયપાલસિંહ રાઠોડ, લીના પાટીલ, શ્વેતા શ્રીમાળી, નિર્લિપ્ત રાય, દિપક મેઘાણી, અંતરીપ સુદ, મહેન્દ્ર બગારીયા અને સુનીલ જોષીનો સમાવેશ છે.

Related posts

કોરોના/ રસીકરણને કારણે મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છતાં બેદરકારી ભારે પડશે, નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari

અમદાવાદમાં રોજના 50થી વધુ લોકો બની રહ્યાં છે ઇ-ચિટિંગનો ભોગ, ફરિયાદોને ઉકેલવા પૂરતા પોલીસ સ્ટાફનો અભાવ

Dhruv Brahmbhatt

અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મોટો નિર્ણય, 31 પ્રાંતોમાં લગાવ્યો નાઇટ કર્ફ્યુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!