GSTV

BREAKING / રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય, ગ્રામ પંચાયતો સમરસ બને તે હેતુસર ગ્રાન્ટમાં કરાયો વધારો

Last Updated on November 25, 2021 by Dhruv Brahmbhatt

આગામી 19મી ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજ્યની ગ્રામ પંચાયતો સમરસ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટમાં વધારો કરાયો છે. રાજ્ય સરકાર સમરસ ગામમાં વિકાસ વધે તે માટે પ્રોત્સાહક નીતિ જાહેર કરવામાં આવી છે. 1500થી વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તેવી રાજ્ય સરકારના પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજા આશા વ્યક્ત કરી છે. પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાએ કહ્યું કે, ‘વિવાદ વગર સભ્યો અને સરપંચ નિમાય તો યોગ્ય રીતે વિકાસ માટે નાણાંનો ઉપયોગ થઈ શકે.’

ઉલ્લેખનીય છે કે, 19 ડિસેમ્બરે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાવવાની છે. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોલીંગ બૂથ પર જઈને મતદાન કરી શકશે. 21 ડિસેમ્બરે મતગણતરી થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 10 હજાર 882 ગ્રામ પચાયતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 54,387 મતદાન પેટીઓની વ્યવસ્થા કરવામાં આવશે. આજથી આચારસંહિતાનો અમલ થશે.

 ગ્રામ પંચાયત
  • જાહેરનામુ પ્રસિદ્ધ થવાની તારીખ 29 નવેમ્બર
  • ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર
  • ઉમેદવારી પત્રની ચકાસણીની તારીખ 6 ડિસેમ્બર
  • ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર
  • મતદાનની તારીખ 19 ડિસેમ્બર
  • મતગણતરીની તારીખ 21 ડિસેમ્બર

ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી થશે. કુલ 54,387 મતદાન પેટીઓની વ્યવસ્થા કરવામાં આવશે. આ ચૂંટણીમાં કોરોનાની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. ઉમેદવારોએ ચૂંટણીના ખર્ચની તમામ વિગત ચૂંટણી પંચને આપવાની રહેશે.

રાજ્યમાં હાલ કુલ 2 કરોડ 6લાખ 53 હજાર મતદારો છે. તેમાંથી 1 કરોડ 6 લાખ 46 હજાર 524 પુરૃષ મતદારો છે, જ્યારે 1 કરોડ 6 હજાર 850 સ્ત્રી મતદારો છે. જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવવા જઈ રહી છે, તેમા 15 ટકા આદિજાતિ ગામો છે.

READ ALSO :

Related posts

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk

સીટ શેરિંગ ફોર્મુલા / પંજાબમાં ભાજપ 65 બેઠકો પર લડશે ચૂંટણી, કેપ્ટનના વહાણમાં આટલા લોકો થશે સવાર

GSTV Web Desk

Gujarat Corona Update / છેલ્લા 24 કલાકમાં 25ના મોત, રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા પણ મોતનો આંકડો વધ્યો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!