GSTV

ગૌરવ / સિદ્ધિ બદલ ગુજરાતની દીકરીનું સન્માન, મહેસાણાની ભાવિના પટેલને સરકાર તરફથી 3 કરોડનો ચેક અર્પણ

Last Updated on October 21, 2021 by Dhruv Brahmbhatt

ટોક્યોમાં યોજાયેલા પેરાલિમ્પિકમાં ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મેળવી પેરાલિમ્પિક-2021માં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. ત્યારે આ ભાવિના પટેલની સિદ્ધિ પર આખોય દેશ ગર્વ લઈ રહ્યો છે. જેથી રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત ભાવિના પટેલને પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતની આ ગૌરવવંતી દીકરી ભાવિના પટેલનું આજે સન્માન કરાયું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભાવિના પટેલને 3 કરોડનો ચેક અર્પણ કરાયો છે.

હર્ષ સંઘવીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, ‘સવારે ઉઠીને નાના ઓરડામાં રોજ ભાવિનાબેન પ્રેક્ટિસ કરતા હતાં. આજે ગુજરાતની દીકરી અને એ પણ અમદાવાદની દીકરીએ દેશનું નામ રોશન કર્યું છે. જેથી હું સાચા મનથી તેમને સન્માનિત કરું છું. રાજ્ય સરકાર દ્વારા ગૌરવની સાથે-સાથે 3 કરોડનો ચેક પણ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે ભાવિનાની જેમ અનેક રમતવીરોને હું મળીશ. ભાવિનાબેન જેવાં અનેક લોકોને હું મદદરૂપ થઇશ તેમજ એમની સમસ્યાઓ સાંભળીશ અને સ્પોર્ટસ ક્ષેત્રે કામગીરી સારી બને તેવો હું પ્રયત્ન કરીશ.’

Bhavina Patel

એક સમયે ભાવિનાના અભ્યાસ માટે ઉછીના પૈસા લેવા પડતા

આ શબ્દો છે ભાવિના પટેલના પિતા હસમુખભાઈના. દિવ્યાંગ દિકરીની સિદ્ધીને લઈ તેઓ ખૂબ જ ખુશ છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પુરસ્કાર બાદ ભાવિનાના પિતાએ જણાવ્યું હતું કે, ‘અમે મધ્યવર્ગીય પરિવારથી છીએ. જે પુરસ્કાર મળ્યો છે તેનાથી અમે ખૂબ ખુશ છીએ. જે પુરસ્કારની રકમ મળી છે તેમાંથી અમે ભાવિનાના આગળના વિકાસ માટે ઉપયોગ કરીશું. ભાવિના આગળ વધે તે માટે અમે ક્યારેય પાછું વળીને જોયું નથી. જરૂરિયાત મુજબ અમને જ્યાંથી ઉછીના પૈસા મળ્યા છે ત્યાંથી અમે ઉછીના પૈસા પણ લીધા છે.’

ગામમાં જામ્યો હતો દીવાળી જેવો માહોલ

મહેસાણાના સુંઢિયા ગામની વતની ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4ની કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. જેને લઈને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. ગ્રામજનોએ ગામમાં એક મોટી LED સ્ક્રિન લગાવીને તે મેચ નિહાળી હતી. ભાવિનાએ સિલ્વર મેડલ મેળવતા જ ગામમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

READ ALSO :

Related posts

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah

ખેડૂત આંદોલન/ કોંગ્રેસે સાધ્યું મોદી સરકાર પર નિશાન, સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીના દરેક પ્રકારના ડેટા

pratik shah

સાંતેજ દુષ્કર્મ કેસ / ગાંધીનગર કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી જલદી પૂર્ણ કરી ટ્રાયલ, જાણો આરોપીના વકીલે શું કરી દલીલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!