GSTV

વિકાસના દાવાઓ વચ્ચે ગુજરાત સરકારનું દેવું આંચકાજનક : અબકી બાર 2.40 લાખ કરોડને પાર

ગુજરાત

ગુજરાત વિકાસની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરતુ હોવાના દાવાઓ વચ્ચે રાજ્યના જાહેર દેવામાં પણ સતત વધારો નોંધાયો છે. અને 31 ડિસેમ્બર 2019 સુધી જાહેર દેવુ 2.40 લાખ કરોડને પાર થયુ છે. વર્ષ 2017-18માં જાહેર દેવામાં રૂપિયા 13 હજાર 253 કરોડનો વધારો થયો છે. જ્યારે વર્ષ 2018-19માં દેવામાં 28 હજાર કરોડનો વધારો થયો છે. રાજ્ય સરકારે વર્ષ 2017-18માં 17 હજાર 146 કરોડ વ્યાજ ચુકવ્યુ છે. જ્યારે 2018-19માં સરકારે રૂ. 18 હજાર 124 કરોડ વ્યાજ ચુકવ્યું છે.વિધાનસભામાં કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારે કરેલા સવાલમાં સરકારે લેખિતમાં જાહેર દેવા અંગે જવાબ આપ્યો હતો. રાજ્ય સરકાર પોણા પાંચ ટકાથી 13 ટકાના દરે લોનનું વ્યાજ ચુકવે છે. રાજ્ય સરકાર લોનના વ્યાજપેટે ચુકવણી માં 4.75 % થી 13% નો દર.

વર્ષદેવામાં કેટલો વધારોકેટલા કરોડ વ્યાજ ચૂકવાયું
2017-1813,253 કરોડનો વધારો17,146 કરોડ વ્યાજ ચૂકવ્યું
2018-1928,061 કરોડનો વધારો18,124 કરોડ વ્યાજ ચૂકવ્યું

READ ALSO

Related posts

લોકડાઉનમાં ભૂખ્યાને વારે આવ્યો જેતપુરનો સિંધી સમાજ, દરરોજ આટલા ગરીબોની ઠારે છે આંતરડી

Ankita Trada

દાહોદના રેબારી ગામમાં બે બાળ દિપડા પાંજરે પૂરાયા, ગ્રામજનોએ લીધો રાહતોનો શ્વાસ

Ankita Trada

વિશ્વમાં 2008થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી , IMFએ આપી આ ગંભીર ચેતવણી

Karan
Do NOT follow this link or you will be banned from the site!