આજે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની વિગતો આપતાં રાજ્ય સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારે દરેક પાંજરાપોળને વિના મુલ્યે 100 લાખ કિ.ગ્રા ઘાસ આપવા બાબતે મહત્વનો નિર્ણય કરાયો છે.

હાલમાં વન વિભાગના ગોડાઉનમાં 576 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલ્બધ
આજે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમા આ વર્ષે પાંજરાપોળને વિના મુલ્યે 100 કિ.ગ્રા ઘાસ આપવા બાબતે મહત્વનો નિર્ણય કર્યો છે. હાલમાં વન વિભાગના ગોડાઉનમાં 576 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલ્બધ છે. તેમાથી 100 લાખ કિલોગ્રામ ઘાસને ગૌ-શાળા, પાંજરાપોળ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સહભાગી વન વ્યવસ્થા સમિતિઓ, દુધ ઉત્પાદક મંડળીઓને વિના મુલ્યે વાઢી લઈ જવા માટે મંજુરી આપવામાં આવી છે.

ચાલુ વર્ષ કુલ 273 લાખ કિલોગ્રામ ઘાસ વન વિભાગ પાસે ઉપલ્બધ થનાર છે
રાજ્ય સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં વન વિભાગના ગોડાઉનમાં 576 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલ્બધ છે. અને ચાલુ વર્ષ કુલ 273 લાખ કિલોગ્રામ ઘાસ વન વિભાગ પાસે ઉપલ્બધ થનાર છે. તેથી 100 લાખ કિલોગ્રામ ઘાસને ગૌ-શાળા, પાંજરાપોળ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સહભાગી વન વ્યવસ્થા સમિતિઓ, દુધ ઉત્પાદક મંડળીઓને વિના મુલ્યે વાઢી લઈ જવા માટે મંજુરી આપવામાં આવી છે. જેથી કરીને લાખો પશુઓને ઘાસચારો પુરો પાડવામાં આવી શકાશે.
READ ALSO
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર