GSTV

મોટા સમાચાર / વર્ગ-4ના કર્મચારીઓ માટે ખુશખબર, રાજ્ય સરકાર દ્વારા દિવાળી બોનસને લઇ મોટી જાહેરાત

બોનસ

Last Updated on October 26, 2021 by Dhruv Brahmbhatt

રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. દિવાળી પહેલાં વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની મહત્વની જાહેરાત કરાઇ છે.

જે અંતર્ગત આ કર્મચારીઓને બોનસ પેટે રૂપિયા 3500 ચૂકવવાનો નાણાં વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને દિવાળી બોનસ મળશે. જો કે, સરકારની આ જાહેરાત બાદ કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, આ ઠરાવ મુજબ રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-4ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને 2020-21ના હિસાબી વર્ષ માટે 30 દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણય કરાયો છે. એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા 3500 રૂપિયાની રહેશે.

એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ-4ના કર્મચારીઓને મળવાપાત્ર થશે. તા. 31 માર્ચ 2021ના રોજ નોકરીમાં ચાલુ હોય અને 2020-21ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી 6 મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણે ચૂકવણીને પાત્ર બનશે. પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણવામાં આવશે.

READ ALSO :

Related posts

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah

ખેડૂત આંદોલન/ કોંગ્રેસે સાધ્યું મોદી સરકાર પર નિશાન, સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીના દરેક પ્રકારના ડેટા

pratik shah

સાંતેજ દુષ્કર્મ કેસ / ગાંધીનગર કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી જલદી પૂર્ણ કરી ટ્રાયલ, જાણો આરોપીના વકીલે શું કરી દલીલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!