GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

રાજયના હજારો નિવૃત્ત રોજમદારો કર્મચારીઓને મોટી રાહત, સરકાર બે મહિનામાં આપશે રજા પગારનો લાભ

રાજય સરકારના જુદા જુદા વિભાગોના નિવૃત્ત રોજમદાર કર્મચારીઓને રજા પગારનો લાભ ચૂકવવાનો મામલો છેલ્લા ઘણા લાંબા સમયથી કાનૂની આંટીઘૂંટીમાં અટવાયેલો હતો, તેમાં આખરે આજે રાજય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ બાંહેધરી આપી હતી કે, રાજય સરકાર 70 વર્ષથી વધુ વયના રોજમદારોને એક મહિનામાં રજા પગારનો લાભ ચૂકવી દેશે જયારે 70 વર્ષથી ઓછી વયના રોજમદારોને ડિસેમ્બર સુધીમાં સરકાર રજા પગારની રકમ ચૂકવશે. 

હાઇકોર્ટે સરકારના આ નિવેદનને રેકર્ડ પર લઇ તે મુજબ અમલવારી કરી દેવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો. સરકારના નિવેદન અને હાઇકોર્ટના નિર્દેશને પગલે રાજયના હજારો રોજમદારો કર્મચારીઓને મોટી રાહત મળી છે. કારણ કે, રાજય સરકારના જુદા જુદા વિભાગોના નિવૃત્ત રોજમદારોને રજા પગારના લાભનો પ્રશ્ન હાઇકોર્ટથી લઇ સુપ્રીમકોર્ટ સુધી લાંબી કાનૂની લડતમાં અટવાયેલો રહ્યો હતો. આખરે રાજય સરકારે હાઇકોર્ટ સમક્ષ આ નિવેદન કરતાં હાઇકોર્ટે આ સમગ્ર કેસ લોક અદાલતમાં નિર્ણિત કરવાનું સૂચન કર્યું હતું. 

જે માટે સરકારે તૈયારી દર્શાવી હતી પરંતુ અરજદારપક્ષ તરફથી વાંધો ઉઠાવતાં જણાવાયું હતું કે, આ માત્ર રજા પગાર લાભ (લીવ એન્કેશમેન્ટ)ની વાત નથી, આ સિવાય ટ્રાવેલ એલાઉન્સ સહિતના બીજા પાંચ નિવૃત્ત લાભો ચૂકવવાની પણ વાત છે. આ મુદ્દામાં પણ સરકાર સુપ્રીમકોર્ટમાં હારી ગઇ છે, પરંતુ તેનો અમલ કરતી નથી. જેથી સરકારે સ્પષ્ટતા કરતાં હાઇકોર્ટને જણાવ્યું કે, રજા પગારના લાભ અંગે સુપ્રીમકોર્ટના ચુકાદાની તેમને જાણ છે પરંતુ અરજદાર બીજા જે પાંચ નિવૃત્તિ લાભોની વાત કરે છે, તે અંગેના ચુકાદાની તેમને કોઇ જાણકારી નથી. તેથી હાઇકોર્ટે અરજદારપક્ષને આ ચુકાદાની નકલ હાઇકોર્ટમાં રજૂ કરવા અને સરકારને પણ તેની નકલ પૂરી પાડવા નિર્દેશ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah

અમરેલી : ચૂંટણીની રસાકસી વચ્ચે ભાજપ કાર્યાલય પર નેતાઓ સાથે ચાની ચૂસકી મારી આવ્યા પરેશ ધાનાણી, VIDEO થયો વાયરલ

pratikshah

નો પોલિટિક્સ, પ્લીઝ! સર્વત્ર સરેરાશ 52 સભા- રેલીઓ છતાં મતદારોનું ઉંહું! રાજકોટ જિલ્લાની આઠ બેઠક કબજે કરવા પક્ષોની અગ્નિપરીક્ષા

pratikshah
GSTV