GSTV
Gujarat Government Advertisement

આ છે ગુજરાત સરકાર : એક જ દિવસે એટલી બધી પરીક્ષા રાખી દે કે વિદ્યાર્થી કોઠી આગળ ભીંસાય જાય

Last Updated on December 27, 2019 by Mayur

આગામી 29 ડિસેમ્બરે રાજ્યમાં એક સાથે ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. કારણ કે એક જ દિવસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બે પરીક્ષાઓ આયોજિત થઈ છે. જ્યારે કૃષિ યુનિવર્સિટીઓની જુનિયર કલાર્કની પણ એ જ દિવસે પરીક્ષા છે.

મત્સ્યોદ્યોગ કમિશનરની કચેરી દ્વારા વર્ગ ત્રણના કાર્યાલય અધિક્ષકની 11 જગ્યા ભરવા માટે 60 હજાર અરજીઓ થઈ છે. અને તે જ દિવસે અગ્નિ નિવારણ સેવા, કુટિર અને ગ્રામોદ્યોગ ઉદ્યોગ કમિશનરની કચેરીમાં કચેરી અધિક્ષક, કાર્યાલય અધિક્ષક અને અધિક્ષકની પરીક્ષા છે. કુલ 33 જગ્યા ભરવા માટે 90 હજાર જેટલી અરજીઓ થઈ છે.

આ પરીક્ષાનો સમય બપોરે 11થી 1 છે. જ્યારે વર્ગ ત્રણની કાર્યાલય અધિક્ષકની પરીક્ષાનો સમય બપોરે 3થી પાંચનો છે. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની 257 ભરતી માટે 29 ડિસેમ્બરે જ 2થી 4 વાગ્યા સુધી પરીક્ષા છે. તે માટે પણ 94 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. આમ એક જ દિવસે ત્રણ ત્રણ પરીક્ષાઓના આયોજનથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાના ઘટતા કેસો વચ્ચે મ્યુકોરમાઇકોસિસનો કહેર યથાવત, સિવિલમાં વધુ એક દર્દીનું મોત અને 4 નવા કેસ

Dhruv Brahmbhatt

ખાનગી સ્કૂલોના દા’ડા ભરાઈ રહ્યા: સરકારી સ્કૂલો તરફ વળી રહ્યા છે વાલીઓ, નેતાઓએ ભલામણ માટે લાઈનો લગાવી

Pravin Makwana

મોટી રાહત: GTUના તમામ PG-Ph.D કોર્સમાં હવેથી ટકાવારી મુજબ સ્કોલરશિપ અપાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!