GSTV
Home » News » જૂઓ નકલી દૂધના કારોબારને ડામવા રાજ્ય સરકારે લીધા આ મહત્વના નિર્ણયો…

જૂઓ નકલી દૂધના કારોબારને ડામવા રાજ્ય સરકારે લીધા આ મહત્વના નિર્ણયો…

રાજ્યમાં ચાલતા સફેદ દૂધના કાળા કારોબારનો જી.એસ.ટી.વી.એ પર્દાફાશ કર્યા બાદ હરકતમાં આવેલી રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે. અગાઉ આરોગ્ય મંત્રીએ આ કારોબારના મૂળ સુધી ૫હોંચીને તેને ડામી દેવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આજે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર દ્વારા આ મહત્વની જાહેરાત કરાઇ હતી.

  • રાજ્યકક્ષાએ ચીફ સેક્રેટરી સ્તરની મોનીટરીંગ કમિટી બનાવાશે
  • દરેક જિલ્લા કક્ષાએ મોનીટરીંગ માટે કલેક્ટરના વડ૫ણ હેઠળ કમિટી બનાવાશે
  • નકલી દૂધને ૫કડવા માટે તાલુકા અને ગ્રામ્યસ્તર સુધી કમિટીઓ રચાશે
  • ભેળસેળ અટકાવવા ગ્રામ્ય, જિલ્લા અને રાજ્યકક્ષા સુધી જુદા જુદા સ્તરની સમિતી બનશે
  • 10 દિવસમાં દૂધની તપાસનો રિપોર્ટ આવ્યા બાદ કડક ૫ગલા
  • દૂધમાં ભેળસેળ સાબિત થશે તો કાયદાકિય રીતે જેલની સજા અને રૂ.5 લાખ સુધીનો દંડ
  • નકલી દૂધ બનાવતા તત્વોને છોડવામાં નહીં આવે અને કડક કાર્યવાહી કરાશે

 

Related posts

માત્ર 1 જ રૂપિયામાં 1GB ડેટા આપી રહી છે આ સ્ટાર્ટઅપ કંપની, Jio-Airtel ને આપશે ટક્કર

NIsha Patel

મહેસાણાના આંગડિયાકર્મીઓ હરિયાણામાં લૂંટાયા, 80 લાખ રૂપિયા ગયા

Mayur

ગુજરાતીઓ ટેક્સ ભરવામાં અવ્વલ, મોદી સરકાર એમ જ નથી કરતી વખાણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!