GSTV
Home » News » વીમા કંપનીઓ સરવે કરે તો મળે ખેડૂતોને સહાય, મનમાનીમાં આ જિલ્લાના ખેડૂતોને નહીં મળે લાભ

વીમા કંપનીઓ સરવે કરે તો મળે ખેડૂતોને સહાય, મનમાનીમાં આ જિલ્લાના ખેડૂતોને નહીં મળે લાભ

કમોસમી વરસાદને પરિણામે ગુજરાતના અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ તેમને નુકસાન ગયું હોવાની એકલા અમદાવાદ જિલ્લામાંથી ૩૫૦૦૦થી વધુ ફરિયાદો કરવામાં આવી હોવા છતાંય વીમા કંપનીઓએ પાકને થયેલા નુકસાનનો સરવે કર્યો નથી. પરિણામે શિયાળુ પાક લેવા માગતા ખેડૂતોના કામ અટવાયેલા પડયા છે. તેમ જ તેમના વીમા વળતરના નાણાં પણ તેમને મળતા નથી. ખેડૂતોને ગયેલા નુકસાનની ફરિયાદ મળ્યાના ૧૫ દિવસમાં વીમા કંપનીએએ ફરિયાદ કરવાનો નિયમ છે.

આ સંજોગોમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ કુદરતી સંજોગોમાં પાક વીમાનું વળતર મેળવવા માટે ફરિયાદ કરવામાં આવેલા ખેડૂતોમાંથી કેટલા ખેડૂતોના પાક વીમા ચૂકવવા માટે ખાનગી વીમા કંપનીઓએ કરેલા સરવેના આંકડાઓ જાહેર કરવાની માગણી કરવામાં આવી છે. જોકે સરકારી અિધકારીઓ મારફતે ગુજરાત સરકારે પિયત ખેતીમાં હેક્ટરદીઠ રૂા.૧૩,૫૦૦ અને બિનપિયત ખેતીમાં હેક્ટરદીઠ રૂા. ૬૫૦૦નો વીમા રકમ આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ ખાનગી કંપનીઓએ પ્રીમિયમ લીધું હોવા છતાંય તેમણે સરવે શા માટે કર્યા નથી તે જાણવાની વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા માગણી કરવામાં આવી છે.

માત્ર અમદાવાદ જિલ્લામાં જ નહિ, પરંતુ મહેસાણા અને વીસનગરના વિસ્તારમાંથી પણ કમોસમી વરસાદમાં થયેલા પાકને નુકસાનીની વીમા કંપનીઓને ફરિયાદ કરી હોવા છતાંય વીમા કંપનીના માણસો સરવે કરવા માટે આજદિન સુધી આવ્યા નથી. કમોસમી વરસાદને પરિણામે થયેલી નુકસાનીનો અંદાજ કાઢવ માટે વીમા કંપનીએ ખરેખર સરવે ચાલુ કરી દીધો હોય તો તેના આંકડાઓ સરકારે જાહેર કરવા જોઈએ તેવી માગણી ખેડૂતોના હિતમાં કામ કરતી સંસૃથાઓ દ્વારા કરવામાં આવી છે. તેમનો આક્ષેપ છે કે ખેતરમાં જઈને સરવે કરવાને બદલે આ એજન્સીઓએ કેટલીક જગ્યાએ માત્ર તલાટીઓને પૂછીને પાકને થયેલા નુકસાનના આંકડા મેળવવાની કવાયત કરી છે.

આ સંજોગોમાં સરકાર દ્વારા તેમના સરવેના આંકડાઓ લઈને જાહેર કરવામાં આવે તો ખેડૂતોને તેને પડકારવાનો અવકાશ મળી શકેે છે. તેમાંય ખાસ કરીને ખાનગી વીમા કંપનીઓએ કયા કયા ખેડૂતોના ખેતરમાં જઈને સરવે કર્યા છે તે જાહેર કરવાની માગણી પણ કરવામાં આવી છે. આ સાથે જ ખેડૂત નેતાઓએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ પાક વીમાના દાવાઓ ચૂકવવા માટે ફાઈનલ સરવે ક્યારે જાહેર કરવામાં આવશે અને કઈ તારીખ સુધીમાં ખેડૂતોને વળતર ચૂકવી દેવામાં આવશે તેની વિગતો પણ ખેડૂતોને આપવાની માગણી કરવામાં આવી છે.

વીમિત કિસાન એટલે કે જે ખેડૂતોના વીમાના નાણાં તેને આપેલી લોનની રકમમાંથી જ કાપી લેવામાં આવ્યા હોય તેમને વીમાના ક્લેઈમ ક્યારે આપવામાં આવશે તેની જિલ્લાવાર વિગતો જાહેર કરવાની પણ માગણી કરવામાં આવી છે. પાક વીમાની ગાઈડલાઈન મુજબ ક્લેઈમ નોંધાવે તે પછીના ૧૦થી ૧૫ દિવસમાં સરવે કરવો પડે છે. તેમાં જે નુકસાની બતાવવામાં આવે તે પ્રમાણે ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં આવે છે.

વીમા કંપની કોઈ કારણસર ખેડૂતેે મૂકેલા ક્લેઈમ પછી સરવે ન કરી શકે તો તેવા સંજોગોમાં ક્લેઈમની રકમના ખેડૂતે કરેલા દાવા પ્રમાણેની રકમ ચૂકવી દેવા પણ વીમા કંપની કાયદેસર બંધાયેલી છે. વાસ્તવમાં સરવે થયા પછી ૧૫ દિવસની અંદર ખેડૂતને વીમો ચૂકવી દેવો પડે તેવી જોગવાઈ છે. તેનો ભંગ કરવામાં આવે તો વાર્ષિક બાર ટકાના દરે વ્યાજ કરીને તેનો વિવાદ ઉકેલવો પડી શકે છે.

સરવે અંગે કે અન્ય કોઈ મુદ્દે ખેડૂતે વિવાદ ઊબો કર્યો હોય તો તે અંગે જિલ્લા નિયમન સમિતિને રજૂઆત કરવાની પણ સુવિધા કરવામાં આવી છે. તેમ ન કરનાર વીમા કંપનીને દિવસના રૂા.૨૦૦૦નો લેખે દંડ કરવાની જોગવાઈ છે. ગુજરાત સરકારે વીમા કંપનીને ક્યારેય પેનલ્ટી કરી નથી. તેથી વીમા કંપનીઓ પરિસિૃથતિનો ગેરલાભ ઊઠાવી રહી છે.

READ ALSO

Related posts

બ્રિટને નવી વિઝા સિસ્ટમ કરી લોન્ચ, ભારત સહિત આ દેશોને થશે અસર

Mansi Patel

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!