GSTV

તો સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઅો માટે રાત્રિનો સમય થશે

Last Updated on June 30, 2019 by Alap Ramani

ગુજરાત શિક્ષણ બોર્ડની આગામી સામાન્ય સભાની બેઠક થોડા દિવસમાં મળનાર છે ત્યારે શિક્ષણ બોર્ડના જ એક સભ્યએ બોર્ડના આગામી એજન્ડમાં પ્રસ્તાવ મુકીને રજૂઆત કરી છે કે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની જેમ ધો.9 થી 12ની રાત્રી સ્કૂલોની મંજૂરી આપવામા આવે.

બોર્ડના સભ્યએ તેમના પ્રસ્તાવમાં રજૂઆત કરી છે કે હાલ ગુજરાતમાં માત્ર દિવસ દરમિયાન શાળાઓ ચલાવાય છે અને રાત્રી સ્કૂલોની જોગવાઈ નથી. પરંતુ મહારાષ્ટરમાં ધો.11-12 જુનિયર કોલેજો તથા મુંબઈ યુનિ.ની કેટલીક કોલેજો રાત્રે પણ ચાલે છે. જેને કારણે શ્રમજીવી અને આર્થિક કારણોસર કે પોતાના ધંધા-નોકરીની મર્યાદાને લીધે દિવસે સ્કૂલમાં રેગ્યુલર અભ્યાસમાં જઈ શકતા નથી. તેથી આ વિદ્યાર્થીઓ રાત્રે સ્કૂલમાં જઈને અભ્યાસ કરી શકે તે હુતેથી રાજ્યમાં રાત્રિ શાળાઓ ધો.9 થી12ની શરૂ કરવાની મંજરીની માંગણી આવે તો મંજૂરીના નિયમો જળવાય તે રીતે  વ્યાજબી કેસમાં રાત્રી શાળાઓની મંજૂરી વિદ્યાર્થીઓના હિતમાં આપવામા આવે.

જો કે હાલ રાજ્યમાં કેટલીક એનજીઓ કે સંસ્થાઓ દ્વારા રાત્રી સ્કૂલ-કોલેજ ચલાવાય છે પરંતુ તેને કોઈ સત્તાવાર મંજૂરી નથી હોતી ગરીબ વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ક્લાસ રૂપે શીખવાડવામા આવતુ હોય છે.

 

Related posts

ભૂલકાઓને સાચવજો/ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાનું જોખમ વધ્યું, અમદાવાદમાં આટલા બાળકો હોસ્પિટલમાં દાખલ

Bansari

૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટ કેસ/ ૭૭ આરોપીઓ સામે ૧૪ વર્ષે સુનાવણી પૂર્ણ: આ તારીખે ચુકાદો, મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ સામે કેસ ઓપન થશે

Bansari

ચેતવણી/ અહીં બે-ત્રણ દિવસમાં રોજ દસથી પંદર હજાર કેસો નોંધવાની શક્યતા, જાપાનમાં નવા નિયંત્રણો જાહેર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!