GSTV
Home » News » ગુજરાત સરકારે પૂર અસરગ્રસ્તોને આટલા લાખ કેશડોલ ચૂકવી

ગુજરાત સરકારે પૂર અસરગ્રસ્તોને આટલા લાખ કેશડોલ ચૂકવી

રાજ્ય સરકારે પૂર અસરગ્રસ્ત બે લાખ બાવીસ હજાર જેટલા વ્યક્તિઓને રૂપિયા 407 લાખની કેશડોલ ચૂકવી છે. જ્યારે 632 લાખની ઘરવખરી સહાય ચુકવી છે. રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયામાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદ થયો. જેને કારણે ઘણા શહેરો અને ગામડાઓમાં પાણી ભરાયા હતા. હજારો લોકો કેડ સમાથી પણ વધુ પાણીમાં ફસાયા હતા. અનેક લોકો પૂર પ્રકોપનો ભોગ બનતાં હાલાકીમાં મુકાયા હતા.

ત્યારે રાજ્ય સરકારે અસરગ્રસ્તોને તાત્કાલિક કેશડોલ સહાય કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ૧૦ જિલ્લાના ૨ લાખ ૨૨ હજાર ૪૮૭ વ્યક્તિઓને રૂ.૪૦૮ લાખની કેશડોલ ચૂકવી, તો પાંચ જિલ્લામાં ૬૩૨ લાખની ઘર વખરી સહાય ચૂકવાઇ. ૨૦ જિલ્લામાં ૫૯ હજાર ૪૪૮ નાગરિકોને ૧૦૨ સલામત સ્થળે ખસેડાયાં હતા. એનડીઆરએફની 24 અને એસડીઆરએફની 11 ટીમોએ બચાવ અને રાહતની કામગીરી કરી હતી. અસરગ્રસ્ત નાગરિકોને ૮ લાખથી વધુ ફુડ પેકેટ્સનું વિતરણ કરાયું હતું. નવસારી, સુરત, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છમાં પૂરના પાણીમાં ફસાયેલામાંથી 195 વ્યક્તિઓને એરલીફ્ટ કરાયા હતા.

READ ALSO

Related posts

મીકાના સમર્થનમાં આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘હું કરીશ પાકિસ્તાનમાં પરફોર્મ, કોઇ રોકીને બતાવે’

NIsha Patel

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!