GSTV

ખુશખબર / રાજ્ય સરકારે આપ્યો ૩ લાખ ટેબ્લેટનો ઓર્ડર, જાણો કયા વર્ષના વિદ્યાર્થીઓને મળશે લાભ

Last Updated on September 21, 2021 by Dhruv Brahmbhatt

ધો.૧૦-૧૨ પછીના કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એક હજાર રૃપિયામાં ટેબ્લેટ આપવાની ગુજરાત સરકારની યોજના અંતર્ગત  કોરોનાને લીધે ૨૦૧૯-૨૦ના ૭૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શકાયા ન હતા.આ ઉપરાંત ગત વર્ષના એટલે કે ૨૦૨૦-૨૧ના ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને પણ હજુ ટેબ્લેટ આપી શકાયા નથી.સરકારે અંતે તાજેતરમાં બંને વર્ષના વિદ્યાર્થીઓ માટે ૩ લાખ ટેબ્લેટ ઓર્ડર આપી દીધો છે અને દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરણ કરી દેવાશે.જો કે સૌપ્રથમ ૨૦૧૯-૨૦ના બાકી ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવશે.

ટેબલેટ

લોકડાઉનને પગલે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા ન હોતાં

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઉચ્ચ શિક્ષણના બેથી અઢી લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે છે અને જેમાં વિદ્યાર્થીઓનુ કોલેજ લેવલે એક હજાર રૃપિયા લઈને રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. ૨૦૧૯-૨૦માં જાન્યુઆરીમાં એકથી દોઢ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરી દેવાયા હતાં પરંતુ ૭૦થી ૮૦ હજાર જેટલાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી હતા અને કંપની પાસેથી હજુ બાકીનો જથ્તો આવે અને વિદ્યાર્થીોને વિતરણ થાય ત્યાં માર્ચમાં કોરોનાની શરૃઆત થતા લોકડાઉનને પગલે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા ન હતાં. સરકાર દ્વારા અપાતા ટેબ્લેટ દેશ બહારની ચાઈનિઝ કંપનીના હોવાની ફરિયાદોને પગલે ભારે વિવાદ થયો હતો અને ત્યાર બાદ સરકારે ઓર્ડર પણ કેન્સલ કરવો પડયો હતો.

ટેબલેટ

કોરોનાને પગલે ૨૦૧૯-૨૦ના બાકી રહેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ગત વર્ષે કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શકાયા નથી.અંતે સરકારે તાજેતરમાં ટેબ્લેટ ઓર્ડર ફાઈનલ કર્યો છે અને ભારતની જ ટેબ્લેટ બનાવતી કંપનીને ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.સરકારે હાલ ૨૦૧૯-૨૦ના બાકી રહેલા ૭૨ હજાર અને ૨૦૨૦-૨૧ના ૨.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ મળીને કુલ ૩ લાખ જેટલા ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે. મળતી માહિતી મુજબ દિવાળી પહેલાx ટેબ્લેટનું વિતરણ કરી દેવાશે અને સૌપ્રથમ ૨૦૧૯-૨૦ના ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવશે.આ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ જીટીયુની ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓ છે. મહત્વનું છે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના અંતર્ગત હવે પ્રથમ વર્ષને બદલે અભ્યાસના ત્રીજા વર્ષે વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે. ખરેખર કોરોનામા કોલેજો બંધ હતી ત્યારે ઓનલાઈન શિક્ષણ માટે ટેબ્લેટની જરૃર હતી ત્યારે જ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા ન હતાં.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!