GSTV
Gujarat Government Advertisement

ગુજરાતવાસીઓ ગાડીની સ્પીડ પર લગાવો લગામ, નહીં તો આ સ્પીડ ગન છોડશે નહીં

Last Updated on May 30, 2019 by Arohi

ગુડ ગવર્નન્સ ક્ષેત્રે રાજ્ય સરકારનું વધુ એક નકકર કદમ લીધું છે. રાજ્યમાં ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા રૂપિયા ૩ કરોડ ૯૦ લાખના ખર્ચે અદ્યતન લેઝર ટેક્નોલોજી આધારિત નવી ૩૯ સ્પીડ ગનનો અમલ કરવામાં આવશે. જીવલેણ માર્ગ અકસ્માતો અટકાવવા તમામ જિલ્લાઓમાં હાઇટેક સ્પીડ ગનનો ઉપયોગ પણ શરૂ કરવામાં આવશે.

ઓવર સ્પીડ વાહનનાં ચાલકોને પુરાવા સાથે ઈ-મેમો પણ મોકલી શકાશે. સાથો સાથ ઓન ધ સ્પોટ મેમો જનરેટ કરીને આપી શકાશે. એક સેકન્ડમાં ત્રણ વાહનોની એક કિલોમીટર દૂરથી ગતિ માપી શકે તેવી ક્ષમતા આ સ્પીડ ગનમાં હશે. જેમાં ઓવર સ્પીડ વાહનનો વીડિયો પણ રેકોર્ડ થશે.

દરેક જિલ્લામાં એક અને અમદાવાદ સીટીમાં પાંચ સ્પીડ ગન ફાળવવામાં આવશે. કરાઈ અકાદમી ખાતે ટ્રાફિકને લગતી કામગીરી કરનાર ૨૦૦ પોલીસ અધિકારી-કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt

શહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ

Dhruv Brahmbhatt

ગુજરાત કોંગ્રેસના આકારા પ્રહાર: આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ, ભાજપ તમામ મોરચે રહી છે નિષ્ફળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!