GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ ?

છેલ્લા કેટલાક સમયથી ચીનની ઘુસણખોરી અને ભારતનું 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ યુધ્ધ જેવું વાતાવરણ સર્જાયું છે, અને હવે ચીન સાથે કેટલા વાટકી વહેવાર રાખવા તે ગુજરાત પણ વિચારી રહ્યુ છે, કારણકે ગુજરાતે ચીન સાથે છેલ્લાં પાંચ વર્ષમાં ચીનની કંપનીઓએ 43 હજાર કરોડ રૂપિયાના રોકાણ માટે એમઓયુ કર્યાં છે. ચીનના દુ:સાહસ બાદ દેશભરમાં ચીનનો આર્થિક બહિષ્કાર થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર રાજ્યમાં ચીનનું રોકાણ રદ કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યુ.

ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા જેવા રાજ્યોએ ચીનની કંપનીઓ સાથેનાં કરાર રદ કર્યા છે. તો બીજી બાજુ ભારતીય રેલવે અને બીએસએનએલ જેવા સાહસોએ પણ ચીન સાથે છેડો ફાડ્યો છે. 15 જૂનનાં રોજ લદાખના ગલવાનમાં સેના સાથે થયેલી ઝડપ બાદ પણ ચીની કંપનીઓ દ્વારા રોકાણનાં પ્રયત્નો જારી છે. છેલ્લા 20 જ દિવસમાં ત્રણ ચીની કંપનીઓએ આ પ્રકારનાં રોકાણ કર્યા છે.

સ્માર્ટસિટી પ્રોજેક્ટ માટે કર્યુ છે 19 હજાર કરોડનું રોકાણ

રાજ્ય સરકારના આંકડા મુજબ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે 19,000 કરોડ, ટેક્સટાઇલ પાર્ક માટે 12,000 કરોડ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે 10,500 કરોડ રૂપિયાનું પ્રસ્તાવિત રોકાણ છે. ચીનને ગુજરાતમાં એક્સપોર્ટની ઊજળી તકો દેખાઇ રહી છે. સ્માર્ટ સિટી અને ટેક્સટાઇલ પાર્કનાં એમઓયુ આનંદીબેન પટેલનાં કાર્યકાળમાં થયા હતાં જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એમઓયુ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં કાર્યકાળમાં થયા હતા. મુખ્યમંત્રીએ અગાઉ કરેલા દાવા પ્રમાણે આ પ્રોજેક્ટથી રાજ્યમાં 15 હજાર લોકોને રોજગારી મળશે. જોકે હવે આ પ્રોજેક્ટો આગળ વધશે કે નહીં તેનાં પર સવાલ છે. ગુજરાતમાં રોકાણ મુદ્દે જનરલ મોટર્સ અને અદાણી આગળ છે. જનરલ મોટર્સમાં ચીને 3900 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

ચીનને ફટકો અન્ય રાજ્યોમાં ચીનની આર્થિક ઘૂસણખોરી પર રોક

રેલવેનો 471 કરોડનો સિગ્નલિંગ રોકાણ થયો રદ બીએસએનએલનો 7,000 કરોડનો 5જી પ્રોજેક્ટ રદ નેશનલ હાઇવે ઓથોરિટીનો પ્રોજેક્ટોમાં ચીની કંપની સાથે જોડાવા પ્રતિબંધ સીએઆઇટી દ્વારા ચીનની 500 પ્રોડક્ટનો બહિષ્કાર ગુજરાતમાં ચીનની કંપનીઓને જમીન પસંદ કરવાની છૂટ! ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટર્નલ ટ્રેડનાં જણાવ્યા પ્રમાણે છેલ્લા 19 વર્ષમાં ગુજરાતમાં કુલ 1.55 લાખ કરોડ એફડીઆઈ ઇક્વિટી આવ્યું, જેમાં 6 ટકા ચીનનું છે. ચીને સૌથી વધુ 15 ટકા રોકાણ ઓટોમોબાઇલમાં કર્યું છે. ચીનને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્રણ વર્ષમાં પૂરો કરવા માટે ગુજરાત સરકારે 200 એકર જમીન આપવા નક્કી કર્યું છે. સચાણામાં તો ચીની કંપનીઓને જમીન પસંદગીનાં અધિકાર પણ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ચીનની કંપનીઓનું રૂ. 9900 કરોડનું રોકાણ છે.

શું ધોલેરા ચાઇનીઝ કંપનીઓને સોંપી દેવાશે?

2014માં ચીનના પ્રમુખ શી જિનપિંગ ગુજરાત આવ્યા એ પછી ચાઇના એસોસિએશન ઑફ સ્મૉલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (CASME) અને ગુજરાત સરકાર વચ્ચે ધોલેરામાં ચાઇના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટેના એમઓયુ થયા હતા. એ વખતે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે 2022 સુધીમાં ચાઇનીઝ કંપનીઓ ધોલેરામાં પોતાના એકમો સ્થાપી દેશે. હવે ધોલેરામાં ચીની રોકાણને લઈને રાજ્ય સરકાર સામે સવાલો થયા છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી થયા કોરોના સંક્રમિત, TWEET કરીને જાતે જ આપી માહિતી

Mansi Patel

વહીટી તંત્ર આવ્યુ એક્શન મોડમાં, AMCએ ખાણી પીણીના 4 યુનિટ કર્યા સીલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!