GSTV
Home » News » ગુજરાત સરકાર સામે આંદોલનની આવતીકાલે ઘડાશે રણનીતિ, 28 માર્કેટ યાર્ડની બેઠક

ગુજરાત સરકાર સામે આંદોલનની આવતીકાલે ઘડાશે રણનીતિ, 28 માર્કેટ યાર્ડની બેઠક

સૌરાષ્ટ્રના તમામ 24 માર્કેટિંગ યાર્ડના વેપારીઓની બીજા દિવસે પણ હડતાલ યથાવત છે.  ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવાનું સરકારને આપેલા 6 દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થતાં ગુરુવારથી હડતાલ પર ઉતર્યા છે. સૌરાષ્ટ્ર APMC વેપાર એસોસિએશના નેજા હેઠળ વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન, સત્તાધીશો અને વેપારી એસોસિએશનની બેઠક મળી. જેમાં લાભપાંચમથી માર્કેટ યાર્ડ શરૂ કરી દેવા નિર્ણય કરાયો છે. તો બેડી માર્કેટ યાર્ડ ખાતે આવતીકાલે બેઠક મળશે.

જેમાં 28 માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખ હાજર રહેશે અને આ બેઠકમાં હડતાળ મુદ્દે રણનીતિ નક્કી કરવામાં આવશે. મહત્વનું છે કે બંધને કારણે હરાજી રોકાઈ ગઈ છે અને તેને કારણે કરોડો રૂપિયાનો વ્યવહાર ખોરવાયો છે. ભાવાંતર યોજના લાગુ નહીં કારાઈ ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે જે યાર્ડમાં અગાઉથી ખેડૂતોએ રાખેલા માલ માટે હરાજી ચાલુ છે. પણ નવા માલની આવક તમામ માર્કેટ યાર્ડમાં બંધ રાખવામાં આવી.

Read Also 

Related posts

એકથી વધુ બેન્ક એકાઉન્ટ છે? તો તમે પોતાનું જ કરી રહ્યાં છો મોટુ નુકસાન

Bansari

બુલેટ ટ્રેન માટે રસ્તો થયો સાફ : મોદીને નડશે ગુજરાતના ખેડૂતો, સુપ્રીમ પહોંચશે મામલો

Nilesh Jethva

મનોરંજનની દુનિયાએ મને પ્રેગ્નેંટ થવા ન દીધી, આ એક્ટ્રેસે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કર્યા ચોંકાવનારા ખુલાસાઓ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!