GSTV

મોટો નિર્ણય/ વેક્સિન ન લેનારાઓ ખાસ વાંચી લેજો! સરકારે ઘડી લીધો છે માસ્ટર પ્લાન, આ રીતે પકડી પાડશે અને…

વેક્સિન

Last Updated on October 23, 2021 by Bansari

ગુજરાતમાં રસીકરણ અભિયાન સમય સાથે તેજ બન્યું છે. એક સમય એવો હતો જ્યારે મોટાભાગના લોકો કોરોના વેક્સિન લેવા તૈયાર ન હતા અને કોરોના મહામારીની સ્થિતિ વણસતા લોકોને સમજાઇ ગયું કે માત્ર વેક્સિન જ એવું અમોઘ શસ્ત્ર છે જે તેમને આ મહામારીના ફૂંફાડાથી બચાવી શકશે. જો કે આજે પણ તે વાતની નવાઇ નથી કે હજુ પણ ઘણા લોકો વેક્સિન લેવા તૈયાર નથી. આ વચ્ચે વેક્સિન ન લેનારાઓ રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

વેક્સિન

સરકારે લીધો આ નિર્ણય

ગુજરાતના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે રાજ્યમાં રસીકરણ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. મનોજ અગ્રવાલે જણાવ્યું કે જે લોકો વેક્સિન લેવામાં બાકી રહી ગયા છે તેમને કેવી રીતે રસી આપવી તેનું આયોજન સરકાર કરી રહી છે. તેમણે કહ્યું કે ચૂંટણીની મતદાર યાદીના માધ્યમથી નાગરિકને રસી મળી છે કે નહીં તેની ચકાસણી કરી જે લોકો રસીથી વંચિત રહ્યા હશે તેમને રસી આપવામાં આવશે.

રસીકરણ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા સરકારનો પ્રયાસ

રાજ્યના જે જિલ્લામાં રસીની ઘટ છે તેને સો ટકા કરવાનો પ્રયાસ થશે. આ ઉપરાંત ડાંગ અને નર્મદા જિલ્લામાં જે લોકો બાકી રહી ગયા છે તેમને સમજાવીને રસી આપવામાં આવશે.મનોજ અગ્રવાલે કહ્યું કે પહેલા 200 લોકો માટે સેન્ટર હતા પરંતુ હવે 10 કે 20 લોકો માટે પણ સેન્ટર્સ ઉભા થઇ રહ્યા છે.

વેક્સિન

ગુજરાતમાં ૭ દિવસ બાદ ફરી કોરોનાના ૨૦થી વધુ કેસ

ગુજરાતમાં સાત દિવસ બાદ ફરી કોરોનાના દૈનિક કેસનો આંક ૨૦ને પાર થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ બીજા દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા ૨૪ કલાકમાં વલસાડમાંથી સૌથી વધુ ૬, સુરતમાંથી ૫, અમદાવાદ-નવસારીમાંથી ૪, કચ્છ-રાજકોટમાંથી ૨, ભાવનગર-જુનાગઢમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. ગુરુવારની સરખામણીએ શુક્રવારે કોરોનાના કેસમાં અડધોઅડધ વધારો નોંધાયો હતો. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૬,૩૭૮ છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૭ છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૬,૧૨૬ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૬% છે.રાજ્યમાં હાલ ૧૬૫ એક્ટિવ કેસ છે અને ૬ દર્દી વેન્ટિલેટર પર છે. શુક્રવારે દિવસ દરમિયાન ૩,૨૧,૦૨૮ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશનનો આંક હવે ૬.૮૩ કરોડ છે.

Read Also

Related posts

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah

ખેડૂત આંદોલન/ કોંગ્રેસે સાધ્યું મોદી સરકાર પર નિશાન, સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીના દરેક પ્રકારના ડેટા

pratik shah

સાંતેજ દુષ્કર્મ કેસ / ગાંધીનગર કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી જલદી પૂર્ણ કરી ટ્રાયલ, જાણો આરોપીના વકીલે શું કરી દલીલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!