GSTV
Gandhinagar Trending ગુજરાત

ગુજરાતમાં પોલિસકર્મીઓને નહી મળે રજા, અનલોક-1ને કારણે સરકારે કરી મનાઈ

ગુજરાત (Gujarat)ગૃહ વિભાગે અનલોક-1 (Unlock-1)ના હાલમાં કાર્યરત પોલિસકર્મીઓ(Gujarat Police)ની જરૂર હોવાનું કહીને રાજ્યનાં પોલિસ નિયામક અને અન્ય અધિકારીઓએ પોલીસ કર્મચારીઓને કોઈ રજા ન આપવાનું કહ્યુ છે. ગુરુવારે ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા એક જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ રોગચાળાને પગલે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ લોકડાઉનને દૂર કરવા અથવા અનલોક -1 ના તબક્કાવાર અમલ માટે પોલીસ દળની હાજરી જરૂરી છે. પોલીસ કર્મચારી આ વિસ્તારમાં સક્રિય રહે તે ફરજિયાત છે.

રજાની માંગ ન કરવાની સલાહ

જાહેરનામા મુજબ, પોલીસ અધિકારીઓની સાથે સાથે તમામ પોલીસ કર્મચારીઓને પણ રજાની માંગ ન કરવાની સલાહ આપવામાં આવી છે, સિવાય કે રજા તબીબી કે અન્ય તાત્કાલિક કારણોસર માટે હોય. વિભાગે રાજ્યના ડીજીપી અને તમામ જિલ્લા પોલીસ અધિક્ષકો સહિતના તમામ વરિષ્ઠ અધિકારીઓને તબીબી કારણોસર અથવા અન્ય કોઈ કટોકટીની પરિસ્થિતિ સિવાય તેમના ગૌણ કર્મચારીઓને કોઈ રજા મંજુર ન કરવા જણાવ્યું છે.

1 જૂનથી લોકડાઉનમાંથી રાહતની જાહેરાત કરી

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને પગલે ગુજરાત સરકારે 1 જૂનથી લોકડાઉનમાંથી રાહતની જાહેરાત કરી હતી. ગુજરાતમાં કોવિડ -19 માં અત્યાર સુધીમાં કુલ 29,001 લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી 1,736 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 21,096 સારવાર બાદ ચેપથી મુક્ત થયા છે. છેલ્લા એક મહિનાથી રાજ્યમાં રોજિંદા ધોરણે કોરોના વાયરસના 5,00 થી વધુ નવા કેસો બહાર આવી રહ્યા છે.

READ ALSO

Related posts

ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે

Zainul Ansari

હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી

Hardik Hingu

Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી

GSTV Web Desk
GSTV