GSTV

નીતિનભાઈના પટારામાંથી જળસિંચાઈને શું મળ્યું ? ખેડૂતોને થશે આ લાભ

Last Updated on February 26, 2020 by Arohi

આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. જે 31 માર્ચ સુધી ચાલશે. આજે બજેટ સત્રના પહેલા જ દિવસે નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ. નીતિન પટેલે આઠમી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવ્યો છે. તેઓએ વજુભાઈ વાળા બાદ બીજા ક્રમે સૌથી વધુ વખત બજેટ રજૂ કરવો રેકોર્ડ કર્યો છે. રાજ્યના નાણા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ છે. આ વખતે બજેટનું કદ લગભગ સવા બે લાખ કરોડ જેટલું છે જ્યારે ગત વર્ષે 2.04 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. જળસંપાદ માટે બજેટ રજૂ કરતી વખતે નીતિન પટેલે આ જાહેરાતો અને જોગવાઈઓ કરી હતી જે નીચે પ્રમાણે છે.

જળસંપત્તિ વિભાગની વિવિધ કામગીરી માટે રૂ. 7220 કરોડની જોગવાઈ

 • સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આશીર્વાદ સાબિત થયેલ સૌની યોજના પ્રથમ અને બીજા તબક્કાની અત્યાર સુધી પૂર્ણ થયેલ કામગીરીથી 32 જળાશયો, 48 તળાવો અને 181 કરતાં વધુ ચેકડેમોમાં નર્મદાના પાણી ભરવામાં આવેલ છે. સૌની યોજનાનાં ત્રીજા તબક્કાના રૂ 2403 કરોડના પાંચ પેકેજના કામો પ્રગતિ હેઠળ છે. સૌની યોજના માટે  રૂ 1710 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • ભૂગર્ભ જળના સ્તર ઉંચા લાવવા તેમજ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને ઉત્તેજન આપવા ભારત સરકારના સહયોગથી અટલ ભુજલ યોજના અમલમાં આવેલ છે. આ યોજના હેઠળ ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના 24 તાલુકાઓને પાંચ વર્ષના સમયગાળા માટે 757 કરોડ ફાળવવાનું આયોજન કરેલ છે.
 • ચેકડેમ, તળાવો નવા બનાવવા અને ઊંડા કરવા જેવી જળસંચય યોજનાઓના કામો માટે રૂ 366 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • બનાસકાંઠા જિલ્લામાં થરાદથી સીપુ ડેમ સુધી પાઈપલાઈન નાખવાથી થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે 6000 હેક્ટર વિસ્તારને લાભ થશે. જેના માટે 225 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
 • કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાથી 57,850 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ થવા જઈ રહ્યો છે. જેના માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
 • વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, સાબરમતી નદી પર 200 કરોડના ખર્ચે હાથ ઘરવામાં આવી રહેલી હિરપુરા અને વલાસણા બેરેજ માટે 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • પીયજથી ધરોઈ, ધાધુંસણથી રેડલક્ષ્મીપુરા અને ખેરવા-વિસનગર યોજનાના કામો હાલમાં પૂરા થવાના આરે છે અને તે માટે 55 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આદિજાતિ વિસ્તાર માટે કુલ આટલા કરોડ રૂપિયાની જોગવાઈ

 • ઉકાઈ જળાશય આધારિત 962 કરોડની સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદ્દવહન સિંચાઈ યોજના માટે સરકારે 250 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે.
 • કડાણા જળાશય આધારિત કડાણા-દાહોદ પાઈપ લાઈનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ પાઈપલાઈન આધારિત વધારાના 74 તળાવો અને 12 નદી- કાંસમાં પાણી આપવા માટે 223 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે 103 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
 • સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં તાપી-કરજણ લીંક પાઈપલાઈન ઉદ્દવહન સિંચાઈ યોજના માટે 92 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
 • પાનમ જળાશય આધારિત યોજનાઓ માટે 249 કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે. જે માટે 73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • દક્ષિણ ગુજરાતમાં 511 કરોડની સુરત જિલ્લાની કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન સિંચાઈ યોજના માટે 70 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • 215 કરોડની પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજના માટે રૂ 57 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
 • કરજણ જળાશય આધારિત 418 કરોડના ખર્ચે પાઈપ લાઈન નાખવાની કામગીરી માટે 28 કરોડની જોગવાઈ કરાવામાં આવી છે.
 • નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની વાઘરેડ રીચાર્જ યોજના માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ભાડભૂત બેરેજ

 • જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભજળની ગુણવત્ત સુધારવા માટે ભાડભૂત બેરેજની કામગીરી શરૂ કરવા તથા કલ્પસર યોજના અંતર્ગત અભ્યાસો પૂર્ણ કરવા માટે કુલ 400 કરોડ ફાળવવામાં આવ્યા છે.

સુક્ષ્મ સિંચાઈ

 • ખેડૂતોની પ્રગતિશીલ  વિચારસરણી અને સરકારની પ્રયત્નોથી અત્યાર સુધીમાં કુલ 18.74 લાખ હેક્ટર વિસ્તારમાં સુક્ષ્મ સિંચાઈ યોજનું અમલી કરણ કરવામાં આવ્યું છે. રાજ્યના અંદાજિત 11.51 લાખ ખેડૂતોએ સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવીને પાણીના કરકસરયુક્ત ઉપયોગ દ્વારા ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવેલ છે. આ યોજના માટે 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
 • રાજ્યમાં માઈક્રો ઈરીગેશન સિસ્ટમનો વ્યાપ વધારવા માટે અને સિંચાઈનાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે જ ખેડૂત જૂથો હયાત કેનાલના માળખામાંથી પાણી મેળવી, માઈક્રો ઈરીગેશન સિસ્ટમ મારફતે સિંચાઈ કરશે તે ખેડૂત જૂથોને પ્રવર્તમાન પીયાવાના દરમાં 50 ટકા રાહત આપવામાં આવશે.

નર્મદા યોજના

 • ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી થયેલ વિવિધ લાભો અંગે આપણે સૌ માહિતગાર છીએ જ . આ યોજનાનો પૂર્ણ લાભ લેવા અને જરૂરી કામોને પૂર્ણ કરવા રૂ.૮૭૫૫ કરોડનું આયોજન છે . જેના અંતર્ગત મુખ્ય બંધના આનુષંગિક કામો, પુન : વસન તથા પર્યાવરણીય કામગીરી, ગરુડેશ્વર વિયર, ગોરા બ્રિજના બાંધકામ, પાવર હાઉસોની જાળવણી, કેનાલ ઓટોમેશનની કામગીરી, પ્રપ્રશાખા નહેરો સુધીના કામો તેમજ જમીન સંપાદન જેવા કામો કરવામાં આવશે
 • નર્મદા બંધ પરથી ચોમાસા દરમિયાન ઉપલબ્ધ થનાર વધારાના પાણી પૈકી , કચ્છને ૧ મિલીયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન છે . જે માટે કચ્છ શાખા નહેરની બાકીના કામો પૂર્ણ કરવા , દુધઇ પેટા શાખાના કામો અને તેની વિતરણ નહેરોના કામો હાથ ધરવા રૂ.૧૦૮૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
 • નર્મદા યોજનાના નહેર માળખાની મિયાગામ, વડોદરા, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા ના ઉપર કુલ ૧૮ સ્થળોએ નાના વીજ મથકો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ પૈકી ૮ વીજ મથક કાર્યરત થયેલ છે . બધા જ વીજ મથકો કાર્યરત થતાં કુલ બા ઉત્પાદન આશરે ૮૬ મેગાવોટ થશે. જે માટે રૂ.૯૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Read Also

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!