રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન ભાઈ પટેલે આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 5.28 લાખ કર્મચારીઓને સમયસર પગાર મળી જશે. રાજ્યના કર્મચારીઓમાં કોઈ જ કાપ મુકવામાં આવશે નહીં. લોકડાઉના કારણે રાજ્યમાં આવકમાં ઘટાડો થયો છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર કર્મચારીઓના પગારમાં કોઈ જ કાપ મુકશે નહીં. 2 હજાર 600 કરોડ રૂપિયા નિયમીત રીતે પગાર ચુકવી દેવામાં આવશે. 4 લાખ 57 હજાર પેન્શરોને પણ સમયસર પગાર ચુકવવામાં આવશે. દર મહિને 4 હજાર કરોડ રૂપિયાની જંગી રકમ ચુકવવાનો સરકારે વિશ્વાસ અપાવ્યો છે.
નીતિન પટેલે સરકારી કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, સરકારના કોઈ પણ કર્મચારીઓ હોય જેને પણ કામગીરી સોંપવામાં આવી છે, તે તમામ લોકો ગુજરાતની જનતાની હાલ સેવા કરી રહ્યા છે. ત્યારે આવા સમયે સરકાર તરફથી આ કર્મચારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નિર્ણય લેવાયો છે. વેપારીઓ અને ધંધાર્થીઓ હાલ ગુજરાતના લોકડાઉનમાં રોજીરોટી બંધ કરીને પણ પ્રજાજનો ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગનો સહયોગ આપી રહ્યા છે. ત્યારે હું તમામનો આભાર વ્યક્ત કરુ છુ.
READ ALSO
- Solar Highway / UPમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો