GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

બદનામ સરકાર: 1 કરોડથી વધારે કાર્યકર્તા ધરાવતી પાર્ટી પાસે એક પણ એવો નેતા નથી જે સરકારની આબરૂ બચાવી શકે

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પાકવીમો અને અન્ય મુદ્દે સતત ખેડૂત નેતાઓ અને વિપક્ષ સરકારને સતત ઘેરી રહ્યા છે અનેક મોરચે સરકારને નીચું જોવાની સ્થિતિ આવી છે, આવા સંજોગોમાં સરકારનો બચાવ કરવો કે સરકારનો પક્ષ રાખવા માટે ભાજપ પાસે જાણે નેતાજ ન હોય એવી સ્થિતિ સર્જાઈ રહી છે. કારણ પણ અજીબ છે, છેલ્લા ઘણા સમયથી સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નેતાની અણ આવડત અને ખોટા નિર્ણયના કારણે સતત ખેડૂતને હાલાકી પડી રહી છે. આવા સંજોગોમાં સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે એ સ્વાભાવિક છે પરંતુ સરકારનો બચાવ કરવા માટે કોઇપણ નેતા મેદાને આવતા નથી.

સંગઠન પાસે કોઈ જ જવાબ હોતા નથી

જયારે કોઈ ગંભીર આક્ષેપ લાગે છે પુરાવા રજુ થાય છે તો પણ સંગઠન પાસે તેનો જવાબ હોતો નથી કે સરકારે શું કામગીરી કરી તેનો જવાબ સંગઠનના એકપણ નેતાપાસે હોતો નથી. કિશાન મોરચો તો બનાવવામ આવ્યો છે, તેમાં નેતાઓની નિમણૂંક પણ કરવામ આવી છે, તે પૈકીના કોઈ નેતા બોલવા માટે કે સરકારનો બચાવ કરવા માટે કે પછી સરકારે શું કામગીરી કરી તેના માટે એકપણ નેતા ભાજપ સંગઠન પાસે નથી, કે જે ખેડૂતો માટે સરકારે શું કર્યું એ લોકોને કહી શકે.

આંતરિક ડખા વધારે, સરકારની આબરૂ બચાવવામાં કોઈને રસ નથી

કિશાન મોરચો તો છે, પરંતુ ભાજપમાં અત્યારે આંતરિક લડાઈ ચાલી રહી છે. જેથી કેટલાક નેતાને કોરાણે મુકવામાં આવ્યા છે તો અન્ય નેતાઓ પાક વીમો ખેડૂતને સબસીડી કે પાણી જેવા ગંભીર પ્રશ્ન પર બોલતા નથી. તમામ નેતાને નેતાઓ અને મંત્રીઓની આગળ પાછળ ફરવમાં તો રસ છે પરંતુ સરકારની આબરુ બચાવવામાં રસ ન હોય એમ સંગઠનના એકપણ નેતા જવાબ આપતા નથી. છેલ્લા ઘણા સમયથી સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ નો અભાવ ઉડીને આંખે વળગી રહ્યો છે.તો હાલમાં સંગઠનમાં રહેલા જ કેટલાક નેતાઓએ આવો પ્રયાસ કરે છે કે ખેડૂતોના પ્રશ્ને સરકારની આબરૂના લીરા ઉડે અને સરકાર બદનામ થાય અને લોકો સુધી માહિતીના પહોચી શકે.

1 કરોડથી વધારે કાર્યકર્તા પણ કોઈ નેતા નથી જે જવાબો આપી શકે

આમ ૧ કરોડ ૧૧ લાખ કાર્યકર્તાઓ હોવાના દાવા તો કરવામાં આવે છે પરંતુ સંગઠન પાસે ખેડૂત નેતાનો અભાવ છે જેથી સરકારની આબરૂ જઈ રહી છે.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!