GSTV

ખેડૂતો આનંદો / રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, આ તારીખથી ટેકાના ભાવે શરૂ કરાશે મગફળીની ખરીદી

ground-nut-by-govt

Last Updated on September 27, 2021 by Dhruv Brahmbhatt

લાભ પાંચમના શુભ દિવસથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન રાજ્ય સરકારે મગફળીની ખરીદી મુદ્દે જવાબ રજૂ કર્યો. આ દરમ્યાન કૃષિપ્રધાન રાઘવજી પટેલે લાભ પાંચમથી મગફળીની ખરીદી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. એટલે કે તારીખ 9 નવેમ્બરના રોજથી રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે.

ground nut

છેલ્લાં 2 વર્ષમાં નાફેડ દ્વારા 7 લાખ 3 હજાર 137 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઇ

સરકારે જણાવ્યું કે, રાજ્યમાં ભારત સરકારની નોડલ એજન્સી નાફેડ દ્વારા છેલ્લાં 2 વર્ષમાં 7 લાખ 3 હજાર 137 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. વર્ષ 2020-21માં પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 275 રૂપિયા અને વર્ષ 2021-22માં 5 હજાર 550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવી છે. બીજી તરફ છેલ્લાં એક વર્ષમાં સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. ત્યારે સરકારે તેલના ભાવવધારા માટે કાચા માલની અછત, મજૂરોની સમસ્યા તેમજ પરિવહન મુશ્કેલીઓને જવાબદાર ઠેરવી છે.

OIL

છેલ્લાં 1 વર્ષમાં સિંગતેલ, કપાસિયા અને પામોલિન તેલમાં થયો આટલો ભાવ વધારો

મહત્વનું છે કે છેલ્લાં 1 વર્ષમાં સિંગતેલના ભાવમાં પ્રતિ કિલો દીઠ 18 રૂપિયા, કપાસિયા તેલમાં પ્રતિ કિલો દીઠ 32 રૂપિયા અને પામોલિન તેલમાં પ્રતિ કિલો દીઠ 10 રૂપિયાનો વધારો થયો છે.

READ ALSO :

Related posts

સાહિત્ય પરિષદમાં વિવાદ / મહામંત્રીની કામગીરી સામે વિરોધ : અનેક સભ્યો નારાજ, રાજીનામા પડ્યાં અને પડવાની તૈયારીમાં..

Lalit Khambhayata

ગુજરાત યુનિવર્સિટી વિવાદનું બીજું કેન્દ્ર બની, સમરસ અને યુનિ.ની હોસ્ટેલ શરૂ ન થતા વિદ્યાર્થીઆે મુશ્કેલીમાં

pratik shah

ખુશખબર-ખુશખબર: શિક્ષણમંત્રીએ દિવાળી વેકેશન મામલે કરી મોટી જાહેરાત, 13 દિવસ નહીં હવે આટલા દિવસ માણો રજા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!