GSTV
Home » News » લીલા દુકાળના વળતરની જાહેરાત સામે આ છે સવાલો, તમે જ કહેશો કે નહીં મળે લાભ

લીલા દુકાળના વળતરની જાહેરાત સામે આ છે સવાલો, તમે જ કહેશો કે નહીં મળે લાભ

રાજ્યમાં અતિવૃષ્ટી બાદ થયેલા પાક નુકાસનને લઇને સરકારે વળતરની જાહેરાત કરી છે. જો કે આ જાહેરાત સામે અનેક સવાલો પણ સર્જાયા છે. તો હજુ નુકસાનીના સર્વેમાં પણ વિલંબ થઇ રહ્યો છે. જેના કારણે જ્યાં સુધી નુકસાનીનો સર્વે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સરકારને રિપોર્ટ સોંપાશે નહીં. પાક વીમાના નામે લાખો કરોડોનું પ્રિમીયમ ઉઘરાવતી વીમા કંપનીઓ જ્યારે વળતર ચૂકવાની વાત આવે ત્યારે ગલ્લા તલ્લા કરતી હોય છે. આવી જ ઇન્સ્યોરન્સ કંપની એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સે 2017માં બનાસકાંઠાના ખેડૂતોને વળતર ન ચૂકવ્યુ જેના કારણે કૃષિ વિભાગે એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સને બ્લેક લીસ્ટ કરી નાખી છે.

એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સને બ્લેક લિસ્ટ કરાઇ છે. ત્યારે આ સ્થિતીમાં સરકારે આ વર્ષે ભારે વરસાદથી નુકસાની પામેલા ખેડૂતોને વળતરની જાહેરાત કરી છે. આ વળતરની જો વાત કરીએ તો જે ખેડૂતોને 33 ટકાથી વધારે નુકસાન હશે તો તેને વળતરની ચૂકવણી કરાશે. જેમાં મહત્તમ બે હેકટર સુધી નુકસાનનું વળતર અપાશે. ત્યારે હજુ પોરબંદર અને ઘેડ વિસ્તારમાં સર્વેની કામગીરી બાકી છે. જ્યારે બાકીના મોટા ભાગના વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂ.13 હજાર 500 અને બિન પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર 6 હજાર 500 રૂપિયા વળતર અપાશે.

પણ અહીં ખેડૂતોનો આક્ષેપ છે કે, પાક નુકસાનીનો સર્વે કરવામાં વિલંબ થઈ રહ્યો છે. જુનાગઢ, મોરબી અને પોરબંદર જિલ્લામાં ખેતરોમાં હજી વરસાદના પાણી ઓસર્યા નથી. જેથી આ 3 જિલ્લામાં સર્વે પૂરો નહી થાય ત્યાં સુધી સરકારને રીપોર્ટ સોંપવામાં નહીં આવે. તો સરકારના વળતરની જાહેરાત મામલે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકારની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા હતા. અતિવૃષ્ટીથી નુકસાનીના વળતર પાલ આંબલિયાએ ઉઠાવેલા સવાલોની જો વાત કરીએ તો.

સરકારને સવાલ?

  • વળતરમાં બે હેકટરની મર્યાદા શા માટે ?
  • સરકારે લીલા દુકાળની જાહેરાત કેમ ન કરી?
  • રાજ્યના ૧૪૨ તાલુકામાં ૧૨૦ ટકાથી વધુ વરસાદથી લીલો દુકાળ
  • વળતરની રકમ કોણ ચૂકવશે ?
  • વળતરની રકમ વીમા કંપનીને ચૂકવવાની હોય તો સરકારે જાહેરાત શા માટે કરી ?
  • સરકાર પાક વીમા કંપની વતી શા માટે ખેડૂતોને નાણા ચૂકવશે?
  • સરકારે લીલા દુકાળની જાહેરાત કરી કેન્દ્ર પાસે સહાયની કેમ માગ ન કરી ?
  • પાક વીમા કંપનીઓને બચાવવા માટે સરકાર લીલા દુકાળની નથી કરતી જાહેરાત?

હાલ તો પાક નુકસાનના વળતરની જાહેરાત કરાઇ છે ત્યારે વીમા કંપનીઓ ખેડૂતોને વળતર આપવામાં કેટલી ઝડપ કરે છે તેનાથી સૌ કોઇ વાકેફ છે ત્યારે આ જાહેરાત સરકારે કરી છે ત્યારે હવે જોવાનું રહેશે કે અતિવૃષ્ટીના મારથી તૂટેલો જગતનો તાત હવે થોડુ ઘણું આ વળતર ક્યારે પામે છે.

READ ALSO

Related posts

પાકમાં ઇયળોના ઉપદ્રવથી ત્રસ્ત ખેડૂતોની રાજ્યના પૂર્વમંત્રી શંકરભાઇ ચૌધરીએ લીધી મુલાકાત

Bansari

દુશ્મનોની હવે ખેર નથી, પાકની નાપાક હરકતો પર નજર રાખશે ISROની આ ‘ત્રીજી આંખ’

Bansari

અહીં કરિયાણાની દુકાનમાં વેચાય છે છાણાં, કિંમત છે ડ્રાયફ્રુટ્સ કરતાં પણ વધારે

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!