GSTV

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Last Updated on July 26, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર થઇ છે. હવે કોરોનાની સંભવિત  ત્રીજી લહેર પણ આવે તેવી સંભાવના છે ત્યારે અત્યારથી રાજ્ય સરકાર સતર્ક બની છે.એટલું જ નહીં, ત્રીજી લહેર સામે ઝીંક ઝિલવા તૈયારીઓ આરંભાઇ છે.

hospital bed

ત્રીજી લહેરમાં સૌથી વધુ બાળકો ઝપેટમાં આવી શકે તેવી શક્યતા

રાજ્યની હોસ્પિટલોમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ તૈયાર રાખવા આયોજન કરાયું છે જેમાં 30 હજાર આઇસીયુ બેડનો સમાવેશ થાય છે. નિષ્ણાતોનું અનુમાન છે કે, ત્રીજી લહેરમાં સૌથી વધુ બાળકો ઝપેટમાં આવી શકે છે તે જોતાં આરોગ્ય વિભાગ કોરોના હોસ્પિટલોમાં એક હજાર વેન્ટિલેટર સાથે બાળદર્દીઓ માટે 20 ટકા બેડ અનામત રાખવા આયોજન કર્યુ છે.

અિધકારીક સૂત્રોના મતે,અત્યારે ગુજરાતની 55 સરકારી હોસ્પિટલો ઉપરાંત 49 ખાનગી લેબમાં આરટી પીસીઆર ટેસ્ટની વ્યવસ્થા છે. આગામી દિવસોમાં ગુજરાતની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં RTPCR ટેસ્ટ કરી શકાય તે માટે વધુ 51 લેબોરટરી શરૂ કરવા સરકારે નક્કી કર્યુ છે.

Hospital Bed

કોરોનાની બીજી લહેરમાં એવી ગંભીર પરિસ્તિતિનું નિર્માણ થયું હતું કે, લોકોને કઇ હોસ્પિટલમાં કેટલી પથારી ખાલી છે તે જાણવા જ મળતુ ન હતું. ખુદ આરોગ્ય વિભાગ પણ આ મુદ્દે અજાણ રહ્યું હતું. જેના કારણે કેટલાંય દર્દીઓ બેડ મેળવવા આમથી તેમ ભટકતા રહ્યા હતાં.

હવે ગુજરાતની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી છે તે રિયલટાઇમ સાથે જાણી શકાય તે માટે ડેશબોર્ડની સેન્ટ્રલાઇઝ્ડ મોનિટરીંગ કરવામાં આવનાર છે. અત્યારે સરકારી હોસ્પિટલોમાં 8 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ છે.હવે પછી ત્રીજી લહેરનો સામનો કરવા વેન્ટિલેટરની સંખ્યામાં ય વધારો કરવા સરકારે નક્કી કર્યુ છે. હવે સરકારી હોસ્પિટલોમાં 15 હજાર વેન્ટિલેટરની વ્યવસ્થા કરાઇ છે.

હોસ્પિટલોમાં નર્સ સહિતના સ્ટાફની કમી ઉભી ન થાય તે માટે તાલીમબદ્ધ કોમ્યુનિટી વોલિયન્ટર તૈયાર કરાશે. ત્રણ મહિના માટે હોસ્પિટલોમાં માનવબળ પુરૂ પાડવા પણ સરકારે સુવ્યવસિૃથત રીતે આયોજન ઘડયુ છે.  આ ઉપરાંત ટેલિમેડિસીન અને ઇ સંજીવની દ્વારા હોમ આઇસોલેટેડ દર્દીઓને સારવાર મળે તે માટે આરોગ્ય વિભાગે તૈયારીઓ આદરી છે.

કોરોના

અમદાવાદમાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા

અમદાવાદમાં રવિવારે કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા હતા.રવિવારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ દસ દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી હતી.અગાઉ શનિવારે કોરોનાના દસ કેસ નોંધાયા હતાં.

ગુજરાતમાં કોરોનાના 30 નવા કેસ : સળંગ સાતમાં દિવસે એકપણ મૃત્યુ નહીં

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 30 નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ સાતમાં દિવસે એકપણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા 24 કલાકમાં સુરત-દાહોદમાંથી સૌથી વધુ 6, અમદાવાદમાંથી 5, વડોદરામાંથી 4, જુનાગઢમાંથી 2, અમરેલી-ભરૂચ-આણંદ-ડાંગ-ગાંધીનગર-મહેસાણા-રાજકોટમાંથી 1-1 નવા કેસ સામે આવ્યા હતાં.

કોરોના

રાજ્યના 22 જિલ્લામાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. હાલમાં 330 એક્ટિવ કેસ છે જ્યારે 5 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 42 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી 8,14,307 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.74% છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!