યુનેસ્કોના સ્ટેટ એજ્યુકેશન રિપોર્ટ -૨૦૨૧ મુજબ સમગ્ર ભારતમાં ૧.૧૦ લાખ સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે અને જેમાં ગુજરાતમાં ૧૨૭૫ પ્રાથમિક સ્કૂલો એવી છે કે જેમાં એક જ શિક્ષક છે.ગુજરાતમાં સરકારના આંકડા મુજબ ૩૨ હજારથી વધુ સરકારી પ્રાથમિક સ્કૂલો છે અને સરકારના દાવા મુજબ ૭૦૦થી વધુ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં એક જ શિક્ષક છે. માનવ અધિકાર આયોગે પણ નોંધ લેતા ગુજરાત સરકાર પાસે એક જ શિક્ષક હોવા મુદ્દે ખુલાસો માંગ્યો છે.

યુનેસ્કો દ્વારા તાજેતરમાં નો ટીચર ,નો ક્લાસ – સ્ટેટ ઓફ ધ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઈન્ડિયા ૨૦૨૧ નામનો રિપોર્ટ જાહેર કરવામા આવ્યો હતો.જેમાં ભારતની તમામ પ્રકારની સ્કૂલોમાં ક્લાસરૃમ ની સ્થિતિ, શિક્ષકોની સંખ્યા, શિક્ષકોની લાયકાત સહિતની તમામ બાબતો અંગે છણાવટ કરવામા આવી છે. આ રિપોર્ટ મુજબ સમગ્ર દેશમાં ૧૫,૫૧,૦૦૦ સ્કૂલોમાંથી ૧,૧૦,૯૭૧ સ્કૂલોમાં એક જ શિક્ષક છે અને જેમાં રાજ્યવાર અપાયેલા આંકડા મુજબ ગુજરાતમાં કુલ ૫૪૫૮૧ સ્કૂલોમાંથી ૧૨૭૫ સ્કૂલોમાં એક જ શિક્ષક છે

એટલે કે ૧૨૭૫ સ્કૂલો સિંગલ ટીચર સ્કૂલોની શ્રેણીમાં છે.જેમાંથી ૮૭ ટકા તો ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ખરેખર શિક્ષકોની વધુ જરૃર હોય ત્યાં જ એક શિક્ષકથી ચાલે છે. આ રિપોર્ટ મુજબ રાજ્યમાં કુલ ૪,૦૧,૯૩૯ શિક્ષકો છે,જેમાંથી ૬૬ ટકા ગ્રામીણ વિસ્તારોમાં ફરજ બજાવે છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતની બે ટકા સ્કૂલોમાં એક જ શિક્ષક છે અને જે અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ જ ઓછુ પ્રમાણ છે.કારણકે દેશમાં સૌથી વધુ ૨૧ હજાર સ્કૂલો મધ્યપ્રદેશમાં એક જ શિક્ષકથી ચાલે છે આ ઉપરાંત મહારાષ્ટ્ર, આસામ,બિહાર, આંધ્રપ્રદેશ,ઝારખંડ,કર્ણાટક સહિતના રાજ્યોમાં ગુજરાતની સરખામણીએ ખૂબ જ જ મોટી સંખ્યામાં એક જ શિક્ષક ધરાવતી સ્કૂલો છે.
જો કે માનવ અધિકાર આયોગ દ્વારા સરકારના આ રિપોર્ટને ગંભીરતાથી લેવાયો છે અને આ બાબતની નોંધ લેતા સુઓમોટો કરતા આયોગે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પાસેથી ખુલાસો પણ માંગ્યો છે. આ અંગે સરકારના શિક્ષણ વિભાગના અધિકારીનુ કહેવુ છે કે રાજ્યમાં ૩૨ હજારથી વધુ સરકારી પ્રાથમિક સ્કૂલા છે અને જેમાંથી ૭૦૦ જેટલી સ્કૂલોમાં એક જ શિક્ષક છે.૭૧ સ્કૂલો એવી છે કે જેમાંથી ૫૭ સ્કૂલોમાં ૨૦ કરતા પણ ઓછી સંખ્યા હોવાથી એક શિક્ષકથી કામગીરી ચાલે છે અને બાકીની ૧૪ સ્કૂલો અન્ય ગુ્રપ સ્કૂલથી દૂર હોવાથી તથા જે તે સંલગ્ન ગુ્રપ સ્કૂલમાં વધના શિક્ષકો ન હોવાથી શિક્ષકોની કામગીરી ફેરફારથી વ્યવસ્થા થયેલ નથી.માનવ અધિકાર દ્વારા વિવિધ રાજ્યો કે જ્યાં એક શિક્ષક ધરાવતી સ્કૂલો છે તે રાજ્યોમાં સુઓમોટો કરીને ખુલાસો માંગવામા આવ્યો છે અને આ બાબતે આયોગને જવાબ રજૂ કરી સ્પષ્ટતા પણ કરી દેવાઈ છે. યુનેસ્કોના રિપોર્ટમાં સરકારી,ખાનગી,ગ્રાન્ટેડ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સહિતની તમામ સ્કૂલોને આવરી લેવાઈ છે.
READ ALSO
- મલાઈકાએ મિત્રોને ગ્રાન્ડ પાર્ટીનું કર્યુ આયોજન, આ સેલેબ્સે હાજરી આપીને પાર્ટીમાં લગાવ્યા ચાર ચાંદ!
- સરકાર બનાવવી સરળ છે, પરંતુ રાષ્ટ્રનું નિર્માણ કરવું નહીં… PM નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કર્યો કટાક્ષ
- સારા અલી ખાનના જીમ લુકની આગળ મલાઈકા પણ થઈ ગઈ ફેઇલ, મસ્તાની ચાલથી ફેન્સને કર્યા ઘાયલ !
- ચૂંટણી મોડમાં ભાજપ : જાહેરાત પહેલાં જ 1000 કરોડના કામના થઈ જશે ખાતમુહૂર્ત, સમીક્ષા બેઠક યોજાઈ
- વાયરલ વિડિયો / પાકિસ્તાને કર્યો ‘ચપ્પલ માર મશીન’નો આવિષ્કાર, લોકોએ કહ્યું- અદ્ભુત ઓટોમેશન!