GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

સરકારની દોડા દોડ! સરકારની નલ સે જલ યોજનાની કામગીરી ખોરવાઇ જતાં વાસ્મોને સોંપવાના છે પણ કર્મચારીઓ હડતાલ પર

ગાંધીનગર સહિત રાજ્યમાં નલ સે જલની સરકારની મહત્વાકાંક્ષી યોજનાની કામગીરી ધીમી પડી છે, વિલંબિત થઇ છે અથવા ખોરવાઇ છે. ત્યારે જલજીવન મિશનની બેઠકમાં મુખ્ય સચિવ દ્વારા પાણીના કામ વાસ્મો મારફત કરાવવા નિર્ણય કરાયો છે. પરંતુ વિવિધ પડતર માંગણીઓને લઇને વાસ્મોના કર્મચારીઓ જ આંદોલન ચલાવી રહ્યાં છે. ત્યારે ગ્રામિણ વિસ્તારના કામો પર માઠી અસર થવાનો ગણગણાટ જિલ્લા પંચાયતમાં શરૃ થયો છે.

પાટનગરમાં સમાવવામાં આવેલા શહેરી ગામો અને જિલ્લાના ચાર તાલુકા ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસાના ગ્રામિણ વિસ્તારમાં પણ જલ સે નલ યોજના અંતર્ગત દરેક ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવા માટે કામગીરી ચાલી રહી છે. સરકાર દ્વારા આ કામો બનતી ત્વરાએ પુરા કરવા પર જોર લગાવવામાં આવી રહ્યું છે અને અધિકારીઓ પર દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જલજીવન મિશનની સમિક્ષા બેઠક રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળી તેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, પીવાના પાણી સંબંધેના કામો કે જેમાં રૃપિયા ૫૦ હજારથી વધુ ખર્ચ આવતો હોય તે વાસ્મો મારફત કરાવવામાં આવે.

પાણી

વાસ્મોની લાગુ પડતી ક્ષેત્રિય કચેરી દ્વારા ગ્રામ પંચાયત દ્વારા માંગણી કરવામાં આવે તેવા પાણીના કામો માટે તાત્રિક સહયોગ કરવાનો રહેશે અને કામ શરૃ થયેથી પુર થાય ત્યાં સુધી નિરીક્ષણ રાખવાનું રહેશે. તેમાં માર્ગદર્શન, નકશા અંદાજ, તાંત્રિક મંજુરી અને અમલીકરણની બાબતો સામેલ રહેશે. તેના બદલામાં વાસ્મોને ૫ ટકા રકમ ચૂકવવાની રહેશે. જોકે સ્થિતિ જરા જુદી છે. વાસ્મોના કર્મચારીઓ જ તેમની લાંબા સમયથી સરકાર સમક્ષ પડતર માંગણીઓને લઇને હડતાલ પર ઉતરેલા છે. પરિણામે જલજીવન મિશનની કામગીરી જ ખોરંભાઇ જવાની સ્થિતિમાં રહેલી છે. આ સંજોગોમાં ગ્રામિણ વિસ્તારમાં પાણીના કામોની સ્થિતિ વધુ વણસી જશે. તેવો ગણગણાટ જિલ્લા પંચાયતના રાજકીય સુત્રોમાં શરૃ થયો છે.

READ ALSO

Related posts

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah

પંચમહાલ / રામના અસ્તિત્વને નકારનારા હવે લાવ્યા છે ‘રાવણ’, કોંગ્રેસ પર મોદીનો પલટવાર

Nakulsinh Gohil

Gujarat Elections / પ્રથમ તબક્કામાં સૌથી વધુ મતદાન આદિવાસી બેલ્ટમાં, જાણો ક્યાં કેટલું થયું વોટિંગ

Nakulsinh Gohil
GSTV