રાજ્યમાં માસ્ક ના પહેરનારા પર હાઈકોર્ટે લાલ આંખ કરી છે. અને રાજ્ય સરકારને આ મામલે જલ્દી જાહેરનામું બહાર પાડવાનો આદેશ કર્યો છે. ત્યારે આ મામલા અંગે રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટનો સંપર્ક સાધ્યો છે.રાજ્ય સરકાર કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરનારા લોકોને કોવિડ સેન્ટરમાં કામ કરાવવા માટે તૈયાર નથી.
કોવિડ સેન્ટરમાં કામ કરાવવા માટે તૈયાર નથી.
Supreme Court dismisses the contempt petition filed by Indian Medical Association against Delhi Chief Secretary for alleged non-payment of salaries to doctors working with three Municipal Corporations in Delhi hospitals pic.twitter.com/EiHAALPlL3
— ANI (@ANI) December 3, 2020
કોવિડ સેન્ટરમાં કામ કરાવવા અંગે રાજ્ય સરકાર હવે હાઇકોર્ટના નિર્ણય સામે પડી છે. ગુજરાત સરકાર હવે આ મામલે સુપ્રીમ કોર્ટની શરણે ગઇ છે. ગુજરાત હાઇકોર્ટના આદેશને પડકારવા માટે રાજ્ય સરકારે હવે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો હતો. આ મામલે રાજ્ય સરકારને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રિમ કોર્ટે સ્ટે લગાવ્યો છે.

હાઇકોર્ટેના આદેશ બાદ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. હાઇકોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો કે માસ્ક નહિ પહેનારા લોકોને કોવિડમાં કોમ્યુનિટી સેવા એર્થે મોકલવામાં આવે, પરતું રાજય સરકારને હાઇકોર્ટના આ આદેશનું પાલન કરાવવામાં સંખ્યાબંધ મુશ્કેલીઓ પડે એમ છે. આથી હાઇકોર્ટેના આદેશને ગુજરાત સરકાર પડકાર ફેંકીને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજમાં રજૂઆત કરી છે કે, આ આદેશનું પાલન કરાવવામાં સંખ્યાબંધ ટેકનિકલ મુશ્કેલીઓ છે. દાખલા તરીકે યુ.પીનો કોઇ મુસાફર રેલવે સ્ટેશનથી આવ્યો, તો એને પહેલા તો ટેસ્ટ કરાવવા લઇ જવો પડે.
આદેશનું પાલન કરાવવામાં સંખ્યાબંધ ટેકનિકલ મુશ્કેલીઓ
પી.પી.ઇ કીટ આપવી પડે. જે કામ સોંપીએ તેની ટ્રેનિંગ આપવી પડે, આ બધુ કરાવવા માટે અલગ મેનપાવર જોઇએ અને જો વ્યક્તિ સહકાર ન આપે તો કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો થાય એમ છે. સગર્ભા મહીલા કે બાળક માસ્ક વિના પકડાય તો કેવી રીતે કોવિડ સેન્ટરમાં સેવા આપવા મોકલવા એ પણ એક પ્રશ્ન છે. માસ્ક વિના પકડાયેલાને કોવિડ સેન્ટરોમાં મોકલવા પોલિસ અને ટ્રાન્સપોર્ટેશન સેવાઓની જરૂર પડે. આ બધી અનેક સમસ્યાઓને કારણે ગુજરાત સરકાર ગુજરાત સરકારના આદેશનું પાલન કરી શકવાની સ્થિતિમાં નથી એ સંજોગોમાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.
READ ALSO
- અમદાવાદ/ ઉત્તરાયણ વિત્યા બાદ સફાઈકામદારોનું કામ વધ્યું, અલગ અલગ વિસ્તારમાંથી 500 કિલોથી વધુ દોરીનો કર્યો નિકાલ
- ભરૂચ/ પેટ્રોલ પમ્પ પર ટેમ્પો ચાલકે વિકલાંગને કચડી નાખ્યો, ઘટના સ્થળે થયું કમકમાટી ભર્યું મોત
- હવે સરળતાથી NPS એકાઉન્ટમાંથી કાઢી શકશો પૈસા, અહીંયા જાણો કેવી રીતે કરશો પ્રોસેસ
- અમદાવાદના બોપલમાં રહેતી પ્રાચી જિંદલનું નસીબ ખુલી ગયું, દિલ્હીમાં યોજાતી પરેડમાં રહેશે હાજર
- પાટણ/ HNGUમાં કારોબારી ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ, 25મીએ મતદાન