GSTV

સરકારનો વાલીઓને સ્પષ્ટ સંદેશ : ફીના મામલે અમે સ્કૂલ સંચાલકોની સાથે, તમારું જે થવું હોય તે થાય

સ્કૂલ ફી ઘટાડાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અંતે સરકારે આજે કેબિનેટ મીટિંગ બાદ ૨૫ ટકા ફી ઘટાડાની જાહેરાત કરી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ-અન્ય બોર્ડની મોટી ખાનગી સ્કૂલોના સંચાલકો પણ અંતે ૨૫ ટકા ફી ઘટાડા માટે માની ગયા છે.જો કે સંચાલકોએ ૩૧મી ઓક્ટોબર સુધી વાલી ફી ભરે તો ફી માફી આપવાની શરત મુકી છે તેમજ બીજી બાજુ વાલી મંડળે ૫૦ ટકા ફી ઘટાડાની માંગ હજુ ચાલુ રાખી છે. આ ફીમાં પણ ટ્યૂશન ફિ સિવાય અન્ય કોઈ જ ઈતર ફી વસૂલી નહીં શકાય. ગુજરાત બોર્ડ ઉપરાંત સીબીએસઈ, આઈબી, આઈસીએસઈ અને સીએઈને પણ આ નિયમ લાગુ પડશે.

ગુજરાત બોર્ડ ઉપરાંત સીબીએસઈ, આઈબી, આઈસીએસઈ અને સીએઈને પણ આ નિયમ લાગુ પડશે.

કોરોનાને લીધે ગત માર્ચથી રાજ્યની તમામ સ્કૂલો સંપૂર્ણ બંધ છે.ગત શૈક્ષણિક વર્ષની પરીક્ષાઓ પણ નથી લેવાઈ તેમજ ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ એક સત્ર પુરુ થવા આવ્યુ છે ત્યારે ૬ મહિનાથી સ્કૂલો બંધ હોઈ વાલીઓ દ્વારા ફી માફીની ઉગ્ર માંગ સાથે રાજ્યભરમા આંદોલન પણ ચાલી રહ્યુ હતુ.

કોંગ્રેસ દ્વારા સ્કૂલ-કોલેજ ફી માફીને લઈને મશાલ યાત્રાઓ પણ કાઢવામા આવી

બીજી બાજુ કોંગ્રેસ દ્વારા સ્કૂલ-કોલેજ ફી માફીને લઈને મશાલ યાત્રાઓ પણ કાઢવામા આવી હતી. ફી મુદ્દે ઘણા હાઈકોર્ટમાં થયેલી જુદી જુદી પીટિશનોના કેસથી માંડી જુદા જુદા વિવાદ વચ્ચે ખરેખર કેટલી ફી ઘટશે તેને લઈને રાજ્યના લાખો વાલીઓ રાહ જોઈ રહ્યા હતા.દરમિયાન આજે રાજ્ય સરકારે કેબિનેટ મીટિંગમાં ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરી હતી અને મીટિંગ બાદ શિક્ષણમંત્રીએ ૨૫ ટકા ઘટાડાની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યમાં આવેલી ગુજરાત બોર્ડ સંલગ્ન પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સુધીની તમામ સ્કૂલો અને સેન્ટ્રલ બોર્ડ ,ઈન્ટરનેશનલ બોર્ડ તેમજ અન્ય બોર્ડની તમામ ખાનગી સ્કૂલોને ૨૫ ટકા ફી ઘટાડાનો નિર્ણય લાગુ પડશે. તમામ સ્કૂલે કુલ ફીમાં ૨૫ ટકા ફી માફી આપવી પડશે.

તમામ ખાનગી સ્કૂલોને ૨૫ ટકા ફી ઘટાડાનો નિર્ણય લાગુ પડશે

ઉપરાંત સ્કૂલો ટ્રાન્સપોર્ટેશન સહિતની ઈત્તર પ્રવૃત્તિની ફી પણ લઈ શકશે નહી. મહત્વનું છે કે અગાઉ જે મોટી ખાનગી સ્કૂલોના સંચાલકો ૨૫ ટકા ફી માફી માટે તૈયાર ન હતા તે સંચાલકો પણ હવે અંતે માની ગયા છે.જો કે રાજ્યની તમામ સ્કૂલોના સંચાલકોએ સરકાર સામે એવી શરત મુકી છે કે વાલીએ ૩૧ ઓક્ટો.સુધમાં ફી ભરી દેવાની રહેશે તો જ ૨૫ ટકા માફી મળશે. જ્યારે હાઈકોર્ટમાં પીટિશન કરનાર ઓલ ગુજરાત વાલી મંડળે ૫૦ ટકા ફી માફીની માંગ ચાલુ રાખી છે અને વાલી મંડળની રજૂઆત છે કે સંચાલકોએ ૨૫ ટકા ફી માફી આપી છે તો હવે બાકીના ૨૫ ટકા સરકાર ભોગવે.સરકાર ૧૫૦૦ કરોડના બજેટમાંથી ૨૫ ટકા ફી માફી આપે.સ્કૂલો ૬ મહિના બંધ છે અને હજુ પણ બંધ જ રહેવાની છે ત્યારે ૭૫ ટકા ફી ન હોઈ શકે.

કોરોના પીડિતના બાળકોને હવે સંપૂર્ણ ફી માફી નહી : સંચાલકો

મોટી ખાનગી સ્કૂલોના સંચાલક મંડળે અગાઉ એક પણ ટકો ફી માફી ન આપવાનુ સરકારને સ્પષ્ટ કરી દીધુ હતુ પરંતુ પાછળથી વિરોધ થતા સ્કૂલ એસોસિએશને એવી જાહેરાત કરી દીધી હતી કે જે બાળકના પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હશે અને બાળકના વાલી ખૂબ જ જરૂરિયાત મંદ હશે તો તેવા બાળકની સંપૂર્ણ ફી માફ કરી દેવાશે.૪૦ જેટલી સ્કૂલે કરોના વોરિયર્સના બાળકો માટે ફી માફી માટે લીધેલો નિર્ણય હવે એકાએક ફેરવી નખાયો છે.

હવે સ્કૂલ એસોસિએશને જરૂરિયાત મંદ હોય કે કોરોના વોરિયર્સ પણ હોય,કોઈ પણ બાળકને સંપૂર્ણ ફી માફી આપવામા નહી આવે.હવે જ્યારે ૨૫ ટકા ફી માફી આપવાની છે તો કોઈ એક બે બાળકને ફી માફી ન પોશાય તેવુ સંચાલક મંડળનું કહેવુ છે.આમ સ્કૂલ એસોસિએશને મોડા ઉપાડે કરેલી સંપૂર્ણ ફી માફીની જાહેરાત શું માત્ર દેખાડો હતી ?વાલીઓમાં સારા દેખાવા માટે જ જાહેરાત કરાઈ હતી?

READ ALSO

Related posts

રાજકોટ/ માધાપરમાં ગ્રામજનો પ્રાથમિક સુવિધાથી છે વંચિત, “વિકાસ ઝંખે માઘાપર”- “વિકાસ નહી તો વોટ નહી” જેવા નારાઓ લગાવ્યા

pratik shah

મોટા સમાચાર/ ચૂંટણી પહેલાં મોદી આવ્યા કોરોના પોઝિટીવ: એઈમ્સમાં કરવા પડ્યા દાખલ, બિહારને લાગશે ઝટકો

Mansi Patel

સીએમ રૂપાણીના આકરા પ્રહાર/ કોરોના સંકટમાં કોંગ્રેસના નેતાઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં મારતા હતા ધુબાકા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!