GSTV

સરકાર માટે હાથના કર્યાં હૈયે વાગ્યા જેવો ઘાટ, કોલેજોના સંચાલકોને પણ ફી ઘટાડા મુદ્દે મનાવવા પડે તેવી સ્થિતિ

ફી ઘટાડા મુદ્દે સરકારે સ્કૂલો બાદ હવે કોલેજોના સંચાલકોને પણ મનાવવા પડે તેવી સ્થિતિ છે. હાઈકોર્ટની સૂચનાથી સરકારે ફી કમિટીને  સંચાલકો સાથે બેઠક કરી તેમનો અભિપ્રાય લેવાની કામગીરી તો સોંપી દીધી પરંતુ કોલેજો સંચાલકો ફી ઘટાડા માટે માન્યા નથી દરખાસ્ત સ્વીકારી નથી. સરકાર માટે તો ખરેખર હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ છે કારણકે સરકારે શિક્ષણમાં ખાનગીકરણ વધારતા જ્યાં નવી નવી ખાનગી સ્કૂલો-કોલેજોને બેફામ મંજૂરીઓ આપી છે ત્યારે હવે એ જ સ્કૂલ-કોલેજો સરકારને ગાંઠતા નથી.

નવી ખાનગી સ્કૂલો-કોલેજોને બેફામ મંજૂરીઓ આપી છે ત્યારે હવે એ જ સ્કૂલ-કોલેજો સરકારને ગાંઠતા નથી.

ગુજરાતમાં આવેલી ખાનગી ટેકનિકલ કોલેજો-યુનિ.ઓ અને અન્ય વોકેશનલ કોલેજો તેમજ યુનિ.ઓમાં ફી ઘટાડાને લઈને હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલમાં  હાઈકોર્ટે સરકારને સંચાલકોને પણ સાંભળવા સૂચના આપી છે. જેના પગલે સરકારે ટેકનિકલ ફી કમિટીને સંચાલકોને સાંભળવા જવાબદારી આપી હતી. ફી કમિટીએ તમામ કોલેજ સંચાલક મંડળો તથા યુનિ.ઓના મેનેજમેન્ટને સાંભળ્યા બાદ હવે થોડા જ દિવસમાં ફી કમિટી સરકારને રિપોર્ટ આપશે.

ખાનગી વોકેશનલ કોલેજો-યુનિ.માટે સરકારે હંગામી ફી કમિટી રચી

આ ઉપરાંત ખાનગી વોકેશનલ કોલેજો-યુનિ.માટે સરકારે હંગામી ફી કમિટી રચી છે અને આ કમિટી પણ થોડા દિવસમાં સરકારને રિપોર્ટ આપશે. ત્યારબાદ સરકાર હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે અને બીજી બાજુ ટેકનિકલ કોલેજ સંચાલક મંડળ પણ હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસમાં પક્ષકાર તરીકે જોડાયા છે.  ટેકનિકલ કોલેજો અને યુનિ.ઓના સંચાલકો ફી ઘટાડાવા તૈયાર નથી.  સરકાર તરફથી અગાઉ ફી કમિટીએ સંચાલક મંડળો સમક્ષ ફી ઘટાડાનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ ખર્ચાઓ અને અગાઉ ન થયેલ ફી વધારા સહિતની બાબતોને ધ્યાનમા રાખતા હવે ફી ઘટાડો ન કરી શકવાનું સચાલકોનું સ્પષ્ટ કહેવુ છે.

જો કે ઘણી કોલેજો તો વિદ્યાર્થીઓ જ ન મળતા પહેલેથી બંધ કરવી પડી તેવી સ્થિતિમાં છે ત્યારે ફી ઘટાડો થાય તો દૂરની વાત છે. જ્યારે મોટી ટેકનિકલ કોલેજો અને યુનિ.ઓ પણ ફી ઘટાડવા તૈયાર નથી ત્યારે હાલ તો સરકારે હવે સંચાલક મંડળોને મનાવવા પડે તેવી સ્થિતિ છે.

મોટી ટેકનિકલ કોલેજો અને યુનિ.ઓ પણ ફી ઘટાડવા તૈયાર નથી

એક બાજુ સ્કૂલોમાં 25 ટકા ફી ઘટયા બાદ કોલેજોમા પણ ફી ઘટાડાની ઉગ્ર માંગ ઉઠી છે ત્યારે સરકારે હવે આ મુદ્દે પણ નિર્ણય કરવો પડે તેમ છે.પરંતુ સ્કૂલ સંચાલકોને જેમ કોલેજ સંચાલકો પણ અંત તૈયાર થશે કે કેમ તે પ્રશ્ન છે. બીજી બાજુ નવેમ્બરમાં રેગ્યુલર કોલેજો શરૂ થાય ત્યારે નવી ફી ભરવાની થતા વાલીઓ પણ રાહ જોઈને બેઠા છે કે ક્યારે ફી ઘટાડાનો નિર્ણય આવશે.

READ ALSO

Related posts

ગુજરાતમાં મૃત્યુદરમાં થયો અધધ વધારો, આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર થવાના એંધાણ

Nilesh Jethva

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah

કાર્તિકી પૂર્ણિમા : રાજ્યના આ ઐતિહાસિક શહેરમાં આવેલુ છે 250 વર્ષ જૂનુ ભગવાન કાર્તિકેયનું મંદિર, વર્ષમાં એકવાર ભક્તો કરી શકે છે દર્શન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!