GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ઝટકો/ હવે સરકારી કર્મચારીઓ ઓફિસમાં 10 મિનિટ પણ મોડા પડશે તો અડધી રજા ગણાશે, રૂપાણી સરકારે લીધો નિર્ણય

ગુજરાત રાજ્યના પાટનગરથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓની અનિયમિતતા બાદ નાણાં વિભાગે જાહેરનામું બહાર પાડ્યુ છે.  હવે સરકારી કર્મચારી 10 મિનિટ પણ મોડા પડશે તો તેમની અડધી રજા ગણાશે. કર્મચારીઓ કચેરીમાં નિયત સમયે હાજર ન રહેતા હોવાની ફરિયાદ ઉઠી હતી.

નાણા વિભાગ દ્વારા આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ

  • ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓની અનિયમિતતા બાદ નાણાં વિભાગે જાહેરનામું બહાર પાડ્યુ
  • સરકારી કર્મચારી 10 મિનિટ પણ મોડા પડશે તો તેમની અડધી રજા ગણાશે
  • કર્મચારીઓ કચેરીમાં નિયત સમયે હાજર ન રહેતા હોવાની ફરિયાદ ઉઠી
  • . કોરોનામાં ઈલેક્ટ્રિક સ્વાઈપ કાર્ડ મારફતે હાજરી ભરવામાંથી મુક્તિ અપાતાં કર્મચારીઓ તેનો ફાયદો ઉઠાવતા
  • 10.40 બાદ જે કર્મચારી આવશે તે સાંજે 6 વાગ્યા પહેલાં ઘરે જઈ શકે નહીં

નાણા વિભાગ દ્વારા આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. કોરોનામાં ઈલેક્ટ્રિક સ્વાઈપ કાર્ડ મારફતે હાજરી ભરવામાંથી મુક્તિ અપાતાં કર્મચારીઓ તેનો ફાયદો ઉઠાવતા હતા. સવારના 10.40 બાદ જે કર્મચારી આવશે તે સાંજે 6 વાગ્યા પહેલાં ઘરે જઈ શકે નહીં. જો કોઈ કર્મચારી ઓફિસમાં મોડા પહોંચવાના હોય તો તેમણે પૂર્વ મંજૂરી લેવાની રહેશે. તેમજ કર્મચારી આદત મુજબ વારંવાર મોડા આવશે અથવા વહેલા જશે તો તેવા કિસ્સામાં શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે. 

કોરોના

મહાસંઘના હોદ્દેદારોની આંદોલનના માર્ગે જવાની ચિમકી ઉચ્ચારી

રાજય સરકારના કર્મચારીઓ સાતમા પગાર પંચ અને બાકી પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી છે. રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખી રોષ ઠાલવ્યો હતો. જો પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો તમામ મહા મંડળ સહિત મહાસંઘના હોદ્દેદારોની આંદોલનના માર્ગે જવાની ચિમકી ઉચ્ચારી છે.

બીજી તરફ એ વાતમાં પણ તથ્ય છે કે હાલમાં સરકારી ઓફિસોમાં કર્મચારીઓની ઘટ છે, સાથે સાથે કર્મચારીઓ ઓવરટાઈમ સાથે પણ કાર્ય કરે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કપરા કાળમાં પણ ઓફિસમાં કર્મચારીઓ કાર્યરત રહેલા છે ,ત્યારે સરકારના આ નિયમ બાદ હવે કર્મચારીઓ પર કામનું ભારણ પણ વધી જશે.

READ ALSO

Related posts

મુંબઈ / દશેરાએ શિવસેનાનાં બન્ને જૂથ કરશે શક્તિપ્રદર્શન, હાઈકોર્ટે આ મામલે કરી ટીકા

Hemal Vegda

અમિત શાહ ફરી એકવાર મિશન કાશ્મીર પર થયા સક્રિય, આ સમુદાયના લોકો માટે કરી શકે છે મોટી જાહેરાત

Hemal Vegda

ક્રાઇમ / આચાર્યએ ઠપકો આપ્યો તો વિદ્યાર્થીએ મારી દીધી ત્રણ ગોળીઓ, જુઓ વિડીયો

Hemal Vegda
GSTV