GSTV

રાજ્ય સરકારનો હુકમ: રેશનિંગનુ અનાજ એ જ લોકોને અપાશે જેમણે રસી લીધી છે, રસી વગર અનાજ નહીં જ મળે

child vaccine

Last Updated on November 17, 2021 by pratik shah

દેશમાં તહેવાર પછી ઘણા રાજ્યોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વઘ્યો છે, બીજી તરફ કેન્દ્ર સરકાર પણ રસીકરણ મામલે આગળ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે ઘાતક કોરોના વાયરસની સામેની લડાઈમાં વેક્સીનેશનનુ મહત્વ ગણા પ્રમાણમાં વધી ગયુ છે. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વેક્સીનનો વ્યાપ વધારવાની જરુર છે ત્યારે મધ્યપ્રદેશે  કોરોના વેક્સીન નહીં લગાવનારાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.

સરકારે આદેશ કર્યો છે કે, રાજ્યમાં રેશનિંગનુ અનાજ એ જ લોકોને અપાશે જે રસી લઈ ચુકયા છે.વેક્સીન વગર અનાજ નહીં આપવામાં આવે.આ નિર્ણય ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે.જેથી જે લોકોએ રસી નથી મુકાવી તેમને સમય મળી રહે.

સરકાર

સરકાર દ્વારા વેક્સીન લેવા માટે જન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે.દરમિયાન સરકારે અનાજ નહીં આપવાની જાહેરાત કર્યા બાદ તેની અસર  દેખાવાની શરુ થઈ ગઈ છે.લોકો રસી લેવા માટે હેલ્થ સેન્ટરો પર પહોંચી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં 1.15 કરોડ પરિવારોને 4.90 કરોડ લોકો રેશનિંગની દુકાનોમાંથી અનાજ ખરીદે છે.બીજી તરફ 2.5 કરોડ લોકો એવા છે જેમણે હજી સુધી વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી.

READ ALSO

Related posts

જાણવા જેવુ / બેદરકારી પડી શકે છે ભારે, નવો બિઝનેસ શરુ કરતા પહેલા એકવાર જાણી લો GST ના આ નિયમો

Zainul Ansari

શિયાળુ સત્ર / નુસરત જહાં સહિત 6 મહિલા સાંસદો સાથે શશિ થરૂરે શેર કરી સેલ્ફી, કેપ્શન એવું લખ્યું કે થઈ ગયા ટ્રોલ

Zainul Ansari

વિદેશ પ્રવાસ / વર્ષ 2022માં સૌથી પહેલા આ દેશના પ્રવાસે જશે પીએમ મોદી, જાણો શું છે સંપૂર્ણ પ્લાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!